________________
૪૫ :
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૨ સુધી રહેશે ત્યાં સુધી તે તે ગુણો તે તે દ્રવ્યમાં રહેનાર છે. તેથી તેને ગુણો કહેવાય છે. તત્ત્વાર્થાધિગમ સૂત્રમાં ગુણનું લક્ષણ “દવ્યાશ્રય નિબT TUIT?” આવું કરેલું છે. જે દ્રવ્યના આશ્રયે વર્તે અને સ્વયં પોતે નિર્ગુણ હોય અર્થાત્ જેમાં પોતાનામાં ગુણો ન રહે તે ગુણ કહેવાય છે.
क्रमभावी कहतां-अयावद्रव्यभावी, ते पर्याय कहिइं, जिम-जीवनइं नरनारकादिक, પુત્રીત્વન પરાપિ૨વૃત્તિ. જે જે ક્રમભાવી ધર્મો છે. અર્થાત્ એક પછી એક ધર્મ આવે છે. જ્યાં સુધી દ્રવ્ય રહે ત્યાં સુધી સદા જે ધર્મો રહેતા નથી. વારાફરતી બદલાયા કરે છે તે પર્યાય કહેવાય છે. જેમકે જીવમાં મનુષ્ય-નારક-તિર્યંચ દેવપણુ ઇત્યાદિ. પુદ્ગલ દ્રવ્યમાં રૂપ રસ ગંધ અને સ્પર્શ આદિ ચારેનો બદલો થવો તે પર્યાય. જેમ કે કાળુ-ધોળુ-નીલ-પીળુશ્વેત વિગેરે રૂપો વારાફરતી બદલાય છે. માટે તે પર્યાય કહેવાય છે. તેવી જ રીતે રસના ઉત્તરભેદોની પરાવૃત્તિ વિગેરેને પર્યાયો કહેવાય છે. તથા ધર્મ-અધર્મ અને આકાશ દ્રવ્યમાં ગમનાગમન કરનારાં, સ્થિર રહેનારા અને નિયતક્ષેત્રે અવગાહના લેનારાં દ્રવ્યો જેમ જેમ બદલાય છે. તેમ તેમ આ ત્રણે દ્રવ્યોમાં સહાય લેનારાં ભિન્ન ભિન્ન દ્રવ્યોને આશ્રયી ગતિસ્થિતિ અવગાહના આપવાનો ધર્મ પણ બદલાય છે. તે તેના પર્યાયો જાણવા. એ જ રીતે કાલદ્રવ્યમાં જીવ-પુગાદિ દ્રવ્યના વિવક્ષિત તે તે પર્યાયો જેમ બદલાય છે. તેમ તે તે પર્યાયની વર્તના પણ બદલાય છે. આ કાલદ્રવ્યના પર્યાય જાણવા.
इम द्रव्यादिक ३ भिन्न छइ-लक्षणथी, अभिन्न छइ-प्रदेशना अविभागथी. विविध છ-નવવિધ ૩રડું માં રૂ માવતેથી. = આ પ્રમાણે દ્રવ્ય-ગુણ અને પર્યાય આ ત્રણે પરસ્પર ભિન્ન પણ છે અને અભિન્ન પણ છે. લક્ષણોની દૃષ્ટિએ ભિન્ન છે. અને એક પ્રદેશના અવિભાગથી (એક ક્ષેત્રાવમાહિપણાથી) અભિન્ન છે. દ્રવ્યનું લક્ષણ ગુખાપર્યાયવેત્ છે. ગુણનું લક્ષણ સમાવિત્વ છે. અને પર્યાયનું લક્ષણ પવિત્ર છે. આમ, ત્રણેનાં પોતપોતાનાં લક્ષણો ભિન્ન ભિન્ન છે. તેથી આ ત્રણે કથંચિ ભિન્ન છે તથા જે આકાશપ્રદેશોમાં દ્રવ્ય વર્તે છે, તે જ આકાશપ્રદેશોમાં ગુણો અને પર્યાયો વર્તે છે. ત્રણેને રહેવાનું ક્ષેત્ર-પ્રદેશ જે છે તેનો વિભાગ (ભેદ) નથી અર્થાત્ આ ત્રણે એક ક્ષેત્રાવગાહી છે. તેથી કથંચિ અભિન્ન પણ છે.
આ રીતે દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વલક્ષણથી ભિન્ન છે. એકક્ષેત્રાવગાહીપણાથી અભિન્ન છે. એટલે કે કથંચિભિન્ન છે. અને કથંચિ અભિન્ન છે. આ બન્ને હોવાથી કથંચિદ ભિનાભિન્ન છે. એમ સિદ્ધ થયું. ૧ કથંચિભિનત્વ ર કથંચિત્ અભિન્નત્વ, અને ૩ કથંચિભિન્નાભિનત્વ આમ ત્રિવિધ છે. તથા વળી દ્રવ્ય-ગુણ અને પર્યાય આમ પણ