________________
૪૪
ઢાળ-૨ : ગાથા-૨
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ ધરમ કહી જઈ ગુણ-સહભાવી, ક્રમભાવી પર્યાયો રે | ભિન્ન ભિન્ન ત્રિવિધ ત્રિયલક્ષણ, એક પદારથ પાયો રે |
શ્રી જિનવાણી રંગઈ મનિ ધરિઈ ર-રા ગાથાર્થ– જે સહભાવી ધર્મ તે ગુણ કહેવાય છે. અને જે ક્રમભાવી ધર્મ તે પર્યાય કહેવાય છે. આ ગુણ અને પર્યાયો દ્રવ્યથી ભિન્નભિન્ન છે. દરેક પદાર્થો દ્રવ્ય ગુણ અને પર્યાય એમ ત્રિવિધ છે. તથા ઉત્પાદ-વ્યમ-ધ્રુવ એમ ત્રણ લક્ષણોથી યુક્ત છે. જગતમાં રહેલા એક એક પદાર્થો આવા છે. ર-રા
ટબો- સહભાવી કહતાં- યાવદ્રવ્યભાવી જે ધર્મ, તે ગુણ કહિઈ, “જિમ જીવનો ઉપયોગ ગુણ, પુદ્ગલનો ગ્રહણ ગુણ, ધર્માસ્તિકાયનો ગતિUતત્વ, અધમસ્તિકાયનો સ્થિતિહેતુત્વ, આકાશનો અવગાહના હેતુત્વ, કાલનો વર્તના હેતુત્વ.” “ક્રમભાવી કહતાં અયાવદ્રવ્યભાવી, તે પર્યાયકહિઈ. જિમ-જીવનઈં નર-નારકાદિક, પુદ્ગલનઈ રૂપરસાદિક પરાવૃત્તિ.” ઇમ દ્રવ્યાદિક ૩ ભિન્ન છઈં-લક્ષણથી, અભિન્ન છÚ-પ્રદેશના અવિભાગથી, ત્રિવિધ છઈ, નવવિધ ઉપચારઈ, એક એકમાં ૩ ભેદ આવઇ તેહથી, તથા ત્રિલક્ષણઉત્પાદ વ્યય-ધ્રૌવ્ય સ્વરૂપ છઈ. એવો એક પદાર્થ જૈન પ્રમાણઈ પામ્યો એ દ્વારરૂપ પદ જાણવાં. ર-રા
વિવેચન પ્રથમ ગાથામાં દ્રવ્યનું લક્ષણ કરીને આ ગાથામાં પ્રથમ ગુણનું અને પછી પર્યાયનું લક્ષણ બાંધીને ત્યારબાદ આ ગ્રંથમાં કહેવા યોગ્ય દ્વારા સમજાવે છે.
સમાવી વદતાં-ચાવ કબ્રભાવી ને થઈ, તે IT દિ૬ = પદાર્થોમાં જે સહભાવી ધર્મ છે. તે ગુણ કહેવાય છે. સહભાવી કહેતાં યાવદ્ દ્રવ્યભાવી ધર્મ સમજવો. એટલે કે દ્રવ્યની સાથે રહેનારો ધર્મ. અર્થાત્ “જ્યાં સુધી દ્રવ્ય રહે ત્યાં સુધી તેની સાથે રહેનારો જે ધર્મ” તે ગુણ કહેવાય છે.
जिम-जीवनो उपयोगगुण, पुद्गलनो ग्रहणगुण, धर्मास्तिकायनो गतिहेतुत्व, અતિથિની સ્થિતિદેતુત્વ, માવાશનો અવાદના હેતુત્વ, વત્નનો વર્તના હેતુત્વ. જેમ કે જીવનો ગુણ ઉપયોગ. પુગલનો ગુણ પુરણ-ગલન અર્થાત્ ગ્રહણ-મોચન, ધર્માસ્તિકાયનો ગુણ ગતિમાં સહાયકતા સ્વરૂપ ગતિeતુતા, અધર્માસ્તિકાયનો સ્થિતિમાં સહાયકતા સ્વરૂપ સ્થિતિeતુતા, આકાશાસ્તિકાયમાં અવગાહનામાં સહાયકતા સ્વરૂપ અવગાહનાહેતુતા, અને કાલદ્રવ્યનો ગુણ વર્તનામાં હેતુતા થવી તે છે. છ એ દ્રવ્યોના ગુણો ભિન્ન ભિન્ન છે અને ગુણો તે તે દ્રવ્યની સાથે સહભાવી છે યાવદ્રવ્યભાવી છે. તે તે દ્રવ્ય આ સંસારમાં જ્યાં