________________
૪૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૨ : ગાથા-૧ સમયે તેઓના મતે ગુણો હોતા નથી. બીજા સમયથી ગુણો આવે છે. કારણકે ગુણ-પર્યાયો એ કાર્ય છે. અને દ્રવ્ય એ કારણ છે. કાર્ય નિયતપૂર્વવૃત્તિ હોય તે જ કારણ બને છે. માટે દ્રવ્ય પ્રથમ સમયમાં નિર્ગુણ-નિષ્ક્રિય હોય છે. તથા ગુણો આધેય છે અને દ્રવ્ય આધાર છે. તેથી પ્રથમ આધાર આવે. પછી જ અંદર આધેય આવે. જેમ ઘટમાં જલ. તેથી ઉત્પનક્ષUTHવનં દ્રવ્ય નિgi નિષ્ક્રિયં “એટલે પ્રથમસમયવર્તી દ્રવ્યમાં આ ગુણવત્વ લક્ષણ સંભવતું નથી, માટે અવ્યાપ્તિ થાય છે. “દ્રવ્યત્વજ્ઞાતિમત્વમાં આવું જ દ્રવ્યનું લક્ષણ કરીએ તો અન્યોન્યાશ્રય દોષ આવે છે. દ્રવ્યનું લક્ષણ પુછનારો માણસ દ્રવ્યને જાણતો નથી તેથી દ્રવ્યત્વજાતિને પણ જાણશે નહીં અને જાતિને જાણ્યા વિના આ લક્ષણ કરવા છતાં દ્રવ્યને જાણશે નહીં. માટે દ્રવ્યના જ્ઞાન વિના દ્રવ્યત્વનું જ્ઞાન ન થાય. અને દ્રવ્યત્વના જ્ઞાન વિના દ્રવ્યનું જ્ઞાન ન થાય. એમ અન્યોન્યાશ્રય દોષ આવે છે. તેથી
વારિયા૨Uત્વિ” લક્ષણ બરાબર છે. એમ તેઓ કહે છે. સમાયિકારણ એટલે ગુણોઅને પર્યાયો પ્રગટ થવામાં મૂળભૂત કારણ. સમવાય સંબંધથી (નિત્યસંબંધથી) ગુણો જેમાં રહેલા છે તે દ્રવ્ય કહેવાય છે. આ લક્ષણ દોષ વિનાનું છે. કારણકે સમવાધિકારણ દ્રવ્ય જ બને છે. આમ, નૈયાયિક વૈશેષિકોનું કહેવું છે.
ગ્રંથકારશ્રી કહે છે કે આવું દ્રવ્યનું લક્ષણ કરનારા એવા તેઓને પણ અપેક્ષાવાદ તો સ્વીકારવો જ પડે છે માટી એ સમવાયિકારણ છે પરંતુ કોનુ સમવાયિકારણ ? આમ જાણવાની આકાંક્ષા (અભિલાષા) અવશ્ય થાય જ છે. માટી એ ઘટનું જ સમવાયિકારણ છે એમ તેઓ કહે છે પરંતુ પટનું સમાયિકારણ નથી. તથા તંતુ એ પટનું જ સમવાયિકારણ છે, પણ ઘટનું સમવાધિકારણ નથી. એટલે “સમવાયિકારણ” આવું દ્રવ્યનું લક્ષણ માનનાર નૈયાયિક વૈશેષિકોને પણ છેવટે અપેક્ષાવાદ સ્વીકારવો જ પડે છે. તો પછી કૃ અને તંતુ કોનું દ્રવ્ય છે ? એવી અપેક્ષા કેમ ન હોય ? અર્થાત્ હોય જ. મૃદુ એ ઘટની અપેક્ષાએ દ્રવ્ય છે. અને તંતુ એ પટની અપેક્ષાએ દ્રવ્ય છે. તેથી આપેક્ષિકદ્રવ્ય માનવામાં કંઈ દોષ નથી.
પૂજ્ય વાચકપ્રવર ઉમાસ્વાતિજી મ.શ્રીએ તત્ત્વાર્થાધિગમસૂત્રમાં પણ દ્રવ્યનું લક્ષણ આ પ્રમાણે જ કર્યું છે. ગુણવત્ દ્રવ્ય (અધ્યાય ૫, સૂત્ર ૩૭). બિનવા ડુંવિશ્વાસ મનમદિ ઘરિવું = આ પ્રમાણે જિનેશ્વર પરમાત્માની આ વાણી છે. તે વાણીને અત્યન્ત રંગેચંગે ઉલ્લાસ પૂર્વક ઘણા બહુમાન અને વિશ્વાસ સાથે મનમાં ધારણ કરીએ. કારણ કે આ વાણી સામાન્ય નથી. દોષમુક્ત-પૂર્વાપર અવિરુદ્ધ-લોકોત્તર વાણી છે. તેના પ્રણેતા વીતરાગ સર્વજ્ઞ તીર્થંકર પ્રભુ હોવાથી પરિપૂર્ણ પણે શ્રદ્ધેય છે. ૧૦.