________________
૩૬
ઢાળ-૧ : ગાથા-૯
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ નથી. આવા ગ્રંથોનો વારંવાર અભ્યાસ કરવો કે જેનાથી દ્રવ્યાનુયોગની અપૂર્વરસિકતા જ પ્રગટે અને શેરડીના રસથી પણ આ વાણી અતિમધુર લાગે. તે વાત જણાવે છે કે
सम्मति-तत्त्वार्थ प्रमुख जे मोटा निर्ग्रन्थ प्रवचनरूप छई, तेहनो लवलेशमात्र ए નહો, (૪) પ્રવશ્વમદિં વાંધ્યો છડું આ દ્રવ્યગુણ પર્યાયના રાસ નામના ગ્રંથની રચનામાં જે સ્વરૂપ બાંધ્યું (સમજાવ્યું) છે. તે સ્વરૂપ, સમ્મતિપ્રકરણ અને તત્ત્વાર્થાધિગમસૂત્ર વિગેરે જે જે વીતરાગપરમાત્માની વાણીના પ્રવચન સ્વરૂપ મોટા મોટા ગ્રંથો છે. તે ગ્રંથોના અતિશય અલ્પ અંશ સ્વરૂપ માત્ર જ છે. પછિ પરમારડું ગુરુવન પરંતુ આ રાસમાં લખેલા દ્રવ્યાદિના સ્વરૂપનો પરમાર્થ (રહસ્યાર્થ) તો ગુરુજીઓના વચનોમાં જ રહેલો હોય છે. એટલે થોડું નાખીનર નર્વ ન રચો, ૩થનેન ઘન પ્રાપ્ત, તૃણવત્ મતે નમતું જ તૃષ્ટાન્તરૂં આ ગ્રંથ ભણવાથી થોડોક સૂત્રાર્થ માત્ર જાણીને અહંકાર ન કરશો. જેમ નિર્ધન માણસ દ્વારા ધન પ્રાપ્ત કરાય ત્યારે આખા જગતને તૃણની જેમ માને છે. એવા દૃષ્ટાન્તથી આ વાત સમજી લેવી. માટે અલ્પ અર્થ જાણીને ગર્વ ન કરતાં વધારે જાણવા માટે ગુરુસેવા કદાપિ છોડશો નહીં. ગુરુના ચરણકમલને આધીન રહીને દ્રવ્યાનુયોગનો સૂક્ષમતા પૂર્વકનો અભ્યાસ કરજો અને તેઓની આજ્ઞાનુસાર ચરણકરણાનુયોગનું પાલન કરજો એ જ સંસારસાગરતરણનો ઉપાય છે.
__ अत एव उपरिल्या च्यार नय अतिगंभीर घणानइं न परिणमइं, इम जाणीनइं, सिद्धान्तइं पहिला देखाडिया नथी, अने गंभीर-गुरुअधीनताई ज (लेवा)-देवा कहिया છઠ્ઠો આ કારણથી જ ઉપરના ઋજાસૂત્ર-શબ્દ-સમભિરૂઢ અને એવંભૂત એમ ચાર નયોનું સ્વરૂપ અતિશય ગંભીર છે. ઘણા જીવોને ન સમજાય (ન પરિણામ પામે) તેવું છે. એમ સમજીને જ સિદ્ધાન્તમાં આ ચાર નો પ્રારંભમાં દેખાડ્યા નથી. અને ગંભીર પ્રકૃતિવાળા આત્માઓને ગુરુની આધીનતાએ જ (ગુરુ પાસેથી જ) લેવા-દેવાનું શાસ્ત્રોમાં કહેલું છે.
પ્રથમના ત્રણ નવો સ્થૂલ છે. લોકભોગ્ય છે. સુખે સમજાય તેવા છે. માટે પ્રારંભમાં તે જ નયો સમજાવાય છે. ધર્મની કરણી પણ પ્રથમના ત્રણ નયોથી જ સમજાવાય છે. ઉપરના ઋજાસૂત્રાદિ ચાર નો અતિશય ગંભીર છે. સૂમ છે વિદ્રશ્નોગ્ય છે. બાલાદિ ઘણા જીવોને ન સમજાય તેવા છે. અથવા સમજનાર-સમજાવનાર બરાબર ન હોય તો ઉલટુ સમજાઈ જાય તેવા આ નયો છે. તેથી આ નયો ગંભીર છે એમ જાણીને જ શાસ્ત્રોમાં આ ચાર નિયોનું સ્વરૂપ અથવા આ ચાર નયોની અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ પ્રારંભમાં ભણાવાતું નથી જ્યારે વારંવાર નિયોના અભ્યાસથી બુદ્ધિ પરિપક્વ થાય છે. સંસ્કારી બને છે. સ્માર્થગ્રાહિણી બને છે ત્યારે જ આ નયો ભણાવાય છે. અને તે પણ ગંભીરપ્રકૃતિવાળા પુરુષોને ગંભીર પ્રકૃતિવાળા ગુરુ પાસેથી જ ભણવાના (લેવા-દેવાના) કહ્યા છે. કારણકે તે નયોનો સાપેક્ષતાગર્ભિત ગંભીર પરમાર્થ ગુરુવાણીમાં જ માત્ર રહેલો છે. તે માટે ગુરુચરણસેવા