________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૯
૩૭
કદાપિ મૂકવી નહીં. અન્યથા અધુરો ઘડો ઘણો છલકાય તેની જેમ પ્રાપ્ત કરેલું સર્વ પ્રકારનું જ્ઞાન નિષ્ફળ થઈ જાય અને પ્રાપ્ત થયેલું આ જ્ઞાન સ્વચ્છંદતા તથા અહંકારાદિના કારણે સંસારવૃદ્ધિનું જ કારણ બને.
આ પ્રમાણે આ પ્રથમઢાળમાં ચાર પ્રકારના અનુયોગ જણાવીને તેમાં ચરણકરણાનુયોગ તથા દ્રવ્યાનુયોગ મુખ્ય છે એમ કહ્યું. તે બેમાં પણ દ્રવ્યાનુયોગ મોહના નાશમાં ગારૂડિકમંત્ર સમાન હોવાથી અતિશય પ્રધાન છે. તેની પ્રાપ્તિની ખાતર ચરણકરણાનુયોગ ગૌણ કરવામાં આવે તો દોષ નથી. પરંતુ દ્રવ્યાનુયોગ જો ગૌણ કરવામાં આવે તો દોષ છે. માટે સતત આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ કરવાની સૂચના કરી. તથા આ દ્રવ્યાનુયોગ ભણીને ગીતાર્થ થઈને વિચરો અથવા ભણવાનો રાગ રાખીને તેની પ્રાપ્તિ માટે ગીતાર્થ ગુરુની નિશ્રાએ વિચરો. આ બે વિના બાકીનો કોઈ ઉપાય સારો નથી. તથા જે ગીતાર્થ બન્યા છે. તેઓએ પણ સમયે સમયે આ યોગમાં લીન થઈને જ વિચરવું, પરંતુ પ્રમાદી બનવું નહીં. અને જે ગીતાર્થ બન્યા નથી તેઓએ ગીતાર્થની નિશ્રામાં રહીને ગુરુચરણાધીન થયા થકા આ યોગદશાની પ્રાપ્તિનો અભ્યાસ કરવો, સ્વયં સૂત્રાર્થમાત્ર ભણીને સંતુષ્ટ ન થઈ જવું. ગુરુ પ્રત્યે અનાદરભાવ કે અહંકારનો ભાવ ન કરવો. આવા મહાગ્રંથોનો સૂક્ષ્મ ગૂઢ અને ફલિતાર્થવાળો અર્થ ગુરુની અનુભવવાળી વાણીમાં જ રહેલો હોય છે અને ગીતાર્થ ગુરુઓએ પણ શિષ્યોની મોહદશા ઓગળી જાય, તેનામાં વિશેષ વિશેષ વૈરાગ્ય પ્રગટે એવી રીતે નિરંતર દ્રવ્યાનુયોગ ભણાવવાની વાચના આપવી. શિષ્યોને સતત વાચના આપવી એ જ ગુરુનું કર્તવ્ય છે. શિષ્યો પાસે કામકાજ કરાવવાં કે કામકાજ કરાવવા માટે શિષ્યો કરવા એ ગુરુનુ કાર્ય નથી. રૃબાતિ તત્ત્વમિતિ ગુરુ: શિષ્યોને જે હિત સમજાવે તે ગુરુ કહેવાય છે. તેથી ગુરુએ સદાકાળ શિષ્યોને વાચના શાસ્ત્રપાઠ અને હિતશિક્ષા જ આપવાની હોય છે. કામકાજ કરાવવાનાં કે તે કરવા માટેની આજ્ઞા કરવાની હોતી નથી. તેમાં આજ્ઞાપનિકી ક્રિયાનો આશ્રવ લાગે. ફક્ત શિષ્યો તે તે ધર્મક્રિયા કરવા માટે રૂ∞ાારેળ સંવિસંહ ભાવન્ પદ બોલવા પૂર્વક આજ્ઞા માગે, ત્યારે લાભાલાભ જોઈને અનુમતિ અપાય, જેને ઇચ્છકાર સમાચારી કહેવાય છે. પરંતુ ગુરુ પાસેથી નિર્મળ વાચના પામેલા અને તેથી જ વિનીત તથા વિવેકી બનેલા શિષ્યો ગુરુ પ્રત્યે એવા અહોભાવવાળા બને છે કે ગુરુનાં સઘળાં કામકાજ સ્વયં ઉપાડી લે છે. ભક્તિ કરવાની સ્વયં ઇચ્છા પ્રદર્શિત કરે છે. જેને ઈચ્છકાર સમાચારી કહેવાય છે. આ પ્રમાણે ગુરુને અને શિષ્યને એમ બન્નેને હિતશિક્ષા આપી ને હવે પછીની ઢાળોમાં ગ્રંથકારશ્રી દ્રવ્ય-ગુણ-પર્યાયના સ્વરૂપનું પ્રતિપાદન શરૂ કરે છે. | ૯ |
પહેલી ઢાળ સમાપ્ત