________________
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૯
૩૫ સમ્મતિ તત્ત્વારથ મુખ ગ્રન્થ, મોટા જે પ્રવચન નિર્ગસ્થ / તેહનો લેશમાત્ર એ લો, પરમારથ ગુરુ વયણે કહો | ૧-૯ ||
ગાથાર્થ સમ્મતિપ્રકરણ, તત્ત્વાર્થાધિગમસૂત્ર વિગેરે જે જે વીતરાગ પરમાત્માની વાણીરૂપ મોટા મોટા ગ્રંથો છે. તે ગ્રંથોનો આ રાસ તો લેશમાત્ર અંશરૂપ છે. આનો પરમાર્થ તો ગુરુમુખની વાણીમાં જ રહેલો છે. / ૧-૯ ||
ટબો- સમ્મતિ-તત્ત્વાર્થ પ્રમુખ જે મોટા નિર્ઝન્થ-પ્રવચનરૂપ છે. તેમનો લવલેશમાત્ર એ લો. જે એ પ્રબંધમાંહિં બાંધ્યો છઈ. પણિ-પરમારથઈ ગુરુવચનાઇ રહ્યો. થોડુ જાણીનઈ ગર્વ મ કરસ્યો. ધન ધનં પ્રાપ્ત, તૃપવિત્ ચિત્તે ના ! એ દૃષ્ટાન્તઇ. અત એવ ઉપસિલ્યા ચ્યાર નય અતિગંભીર ઘણાનઇ ન પરિણમઈ, ઈમ જાણીનઈ સિદ્ધાન્તઈ પહિલા દેખાડિયા નથી. અનઈ ગંભીર ગુરુઅધીનતાઈ જ લેવા-દેવા કહિયા છઈ ૧-૯ II
વિવેચન- દ્રવ્યાનુયોગના અભ્યાસમાં નિપુણ (ગીતાર્થ) થઈને અથવા નિપુણની નિશ્રાએ (ગીતાર્થની નિશ્રાએ) જ વિહાર કરવાનું જેમ જણાવ્યું. તેમ હવે એક બીજી પણ હિતશીખામણ આપે છે કે સમ્મતિતર્ક-તત્ત્વાર્થાધિગમસૂત્ર વિશેષાવશ્યક ભાષ્ય વિગેરે કેટલાક મહાગ્રંથો તથા તેના આધારે રચાયેલા કેટલાક પ્રાકરણિક ગ્રંથો, એ પરમાત્મા શ્રી વીતરાગદેવની વાણીને સમજાવનારા આધારભૂત મોટા મોટા દાર્શનિક ગ્રંથો છે. આવા ગ્રંથો ઉપર શ્વેતાંબરદિગંબર આમ્નાયમાં પૂર્વાચાર્યોએ ઘણી ઘણી સંસ્કૃત ટીકાઓ બનાવી છે. આવા અનેકગ્રંથોમાં ભરેલી વીતરાગવાણીની વિચારણા કેવળ એકલા શાસ્ત્રપાઠથી સાંપડતી નથી. આવા ગ્રંથોના અભ્યાસમાં અવશ્ય ગુરુગમ લેવો જોઈએ. ગુરુગમથી તે શાસ્ત્રોના અર્થોની અનેક ચાવીઓ મળે છે. સૂત્રોમાંથી નીકળતા અનુભવગમ્ય અર્થો તો ગુરુના મુખથી જ સમજવા જેવા હોય છે. તેથી શ્રોતાઓએ કદાગ્રહ ત્યજીને, અનાદિની સ્વચ્છંદતા મુકીને, મધ્યસ્થવૃત્તિવાળા બનીને, અતિશય ગંભીરતા અને નિપુણતા પ્રાપ્ત કરીને, નય અને પ્રમાણના જ્ઞાનમાં વિશારદ, જ્ઞાનગોષ્ટિ અને ચારિત્રપાલનમાં અપ્રમત્ત, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના જાણ, ઉત્સર્ગ-અપવાદના અનુભવી અને ગીતાર્થ એવા ગુરુઓ પાસે આવા મહાગ્રંથો ભણવા જોઈએ. અને તે જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તેવા ગુરુઓના ચરણકમળની સેવામાં સતત સ્થિર થવું જોઈએ. કદાપિ ગુરુસેવા ત્યજવી નહીં. નાના નાના આહાર વિહાર કે વિહારસંબંધી મુદ્ર દોષો દેખીને તેને જ પર્વત જેવા મોટા બનાવીને તેના ન્હાના નીચે ગુરુકુલવાસ છોડવો જોઈએ નહીં.
આ દ્રવ્યગુણ પર્યાયનો રાસ પણ ઉપરોક્ત મહાગ્રંથોના એક અંશરૂપ છે. અર્થગાંભીર્ય ઘણું છે. તેથી પ્રત્યેક પંક્તિઓનો પરમાર્થ તો પરમગુરુઓના (મુખમાંથી જ એટલે કે) પ્રવચનોમાંથી જ જાણવા યોગ્ય છે. અલ્પ સૂત્રાર્થ માત્ર આવડી જાય એટલે ગર્વ કરવા જેવું