________________
ઢાળ-૧ : ગાથા-૮
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ આવા મહાપ્રખર વિદ્વાન ગ્રંથકારશ્રી પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ પોતાની જાતને શાસ્ત્રયોગી કે સામર્થ્યયોગી ન કહેતાં માત્ર ઈચ્છાયોગી કહે છે. આ જ તેઓની ઘણી નમ્રતા છે. તેથી તેઓ ઈચ્છાયોગનું જ માત્ર લક્ષણ યોગદૃષ્ટિસમુચ્ચય અને લલિતવિસ્તારની ગાથા આપીને જણાવે છે
कर्तुमिच्छोः श्रुतार्थस्य, ज्ञानिनोऽपि प्रमादिनः વિત્નો થર્મોજે ય:, રૂછાયો કાત: (લલિતવિસ્તરાદૌ)
કમિ =ધર્મ આરાધના કરવાની ઈચ્છાવાળા, કૃતાર્થી ગુરુપાસે જેણે નિરંતર શાસ્ત્રાર્થ સાંભળ્યા છે એવા, નિન =આ જ કારણથી સમ્યજ્ઞાની બનેલા એવા પરંતુ પ્રમાનિ:=સંસારની પરાધીનતાના કારણે પ્રમાદી (વિષયસુખમાં વર્તનારા) એવા જીવનો : વિવાઃ થર્મયોગી =જે કંઈક ન્યૂનતાવાળો ધર્મયોગ, (ધર્મક્રિયા) (:) રૂછાયો ૩ોહૃત: તે ઈચ્છાયોગ કહેલો છે.
રૂમ રૂછાયોડું દી આ પ્રમાણે ઇચ્છાયોગમાં રહેલો એવો, ઢેડું, પર૩પવારનવું ઈ=પરના ઉપકારના પ્રયોજનથી, દ્રવ્યાનુયો વિવાર=આ દ્રવ્યાનુયોગના વિચારવાળા (દ્રવ્યગુણ પર્યાયના રાસ નામના)ગ્રંથને, હું શું કહું છું. પણ પતિનડું ન સંતુષ્ટિ ન વરવી પરંતુ આ રાસ માત્ર ભણી જવાથી મને દ્રવ્યાનુયોગ આવડી ગયો છે. એમ સંતોષ ન કરવો. આ તો લેશમાત્ર જ છે. વિશેષાર્થી ગુરુ સેવા ન મુવી-તેથી દ્રવ્યાનુયોગના વિશેષ અભ્યાસના અર્થી જીવે ગુરુસેવા (ગીતાર્થગુરુની નિશ્રા) ન ત્યજવી. કારણકે આ દ્રવ્યાનુયોગનો વિશેષ અભ્યાસ ગુરુગમથી જ થાય છે. રૂમ હિતશિક્ષા દફ છડું આ પ્રમાણે ગ્રંથકારશ્રી શ્રોતાવર્ગને હિતશિક્ષા કહે છે. દ્રવ્યાનુયોગ ભણવાનો અને તે માટે સતત ગુરુચરણે રહેવાનો તથા યથાશક્તિ ક્રિયાવ્યવહાર પાળવાનો આગ્રહ રાખવો. શાસ્ત્રોના ગંભીર અર્થો ગુરુગમથી જ જણાય છે. સૂત્રાર્થ માત્રથી જણાતા નથી. આવા પ્રકારના આરાધક સાધક આત્માઓ જ અમને મોટા આધારરૂપ છે. તેઓના આલંબને જ અમે સંસારસાગર તરી શકવાના છીએ.
આ આઠમી મૂલ ગાથામાંથી બીજો પણ એક અર્થ નીકળી શકે છે કે
જે ગીતાર્થનિશ્ચિત મુનિઓ છે તેઓ આ દ્રવ્યાનુયોગનો અભ્યાસ પ્રાપ્ત કરવા માટે ગુરુચરણોને આધીન રહીને જે ક્રિયાવ્યવહાર (ચરણકરણાનુયોગ) સાધે છે. તથા જે પોતે સ્વયં ગીતાર્થ મુનિઓ છે તેઓ પ્રતિસમયે આ દ્રવ્યાનુયોગના ચિંતનમનનમાં લીન રહીને અપ્રમત્ત ભાવે જે ક્રિયાવ્યવહાર (ચરણકરણાનુયોગ) સાધે છે આ બન્ને પ્રકારના મુનિઓ અમારા જેવા બાળ જીવો માટે મોટા આધારરૂપ છે. || ૮ ||