________________
૩૩
દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ
ઢાળ-૧ : ગાથા-૮ કરવી એ જ) અમારા માટે મોટો આધાર છે. રૂ૫ રૂછાયો સંપન-તત્તનક્ષUી આ પ્રમાણે આત્મતત્ત્વની સાધનાનો હું ઈચ્છાયોગવાળો છું.
ભાવાર્થ એવો છે કે- જે યશોવિજયજી મ. શ્રી જૈનદર્શન અને બાકીનાં તમામ જૈનેતર દર્શનોના તલસ્પર્શી અભ્યાસવાળા હતા, પ્રખર વિદ્વાન હતા, કાશી દેશમાં જૈનેતર પંડિતોએ જેઓને ન્યાયાચાર્ય અને ન્યાયવિશારદનાં બિરૂદ આપ્યાં હતાં એવા શાસ્ત્રવિશારદ મહાત્મા પોતાના આત્માને “દ્રવ્યાનુયોગના જ્ઞાનનો લેશમાત્ર પામેલા ઈચ્છાયોંગી” તરીકે આ ગાથામાં ઉલ્લેખ કરે છે. કેટલી તેઓની લઘુતા, નમ્રતા અને નિરહંકારિતા? આ પદો જોતાં તેઓ પ્રત્યે અહોભાવ પ્રગટ્યા વિના રહેતો જ નથી. એમના પ્રત્યે સહેજે સહેજે માથું ઝુકી જાય તેમ છે. તેઓનો આ ગાથામાં કહેવાનો સૂર એવો છે કે “દ્રવ્યાનુયોગના અભ્યાસની મારી આ સાધના અત્યંત અંશ માત્ર છે. તે અંશમાત્રની પ્રાપ્તિથી હું મારા જીવનને ધન્ય ધન્ય અને કૃતકૃત્ય માનું છે. તે અંશમાત્રપ્રાપ્તિને જ વધારે બળવત્તર બનાવવા માટે સ્વચ્છંદ મતિકલ્પનાનો ત્યાગ કરી ગુરુચરણાધીનપણે રહીને પ્રતિસમયે આ દ્રવ્યાનુયોગની નિરંતર સાધના કરું છું. અને તેની સાથે સાથે સાધુપણાને ઉચિત ક્રિયાવ્યવહારરૂપ ચરણકરણાનુયોગ પણ સાધુ છું કારણકે અમારા જેવા માટે આ પ્રમાણે બન્ને યોગોની સમન્વયાત્મકપણે સાધના કરવી એ જ મોટા આલંબનરૂપ છે. આ જ અમારી ઈચ્છા છે. મુક્તિના પરમસાધનભૂત એવા આ બન્ને યોગોની સાધના કરવાની જે પ્રબળ ઈચ્છા થઈ છે. તેથી અમે ઈચ્છાયોગી છીએ કે જેનાથી શાસ્ત્રયોગી થવા દ્વારા સામર્થ્યયોગી બની શકાશે. યોગ ત્રણ પ્રકારના છે. ૧ ઈચ્છાયોગ, ૨ શાસ્ત્રયોગ ૩ સામર્થ્યયોગ. તેનું કંઈક સ્વરૂપ આ પ્રમાણે છે
(૧) ધર્મ આરાધના કરવાની તીવ્ર ઈચ્છાવાળો જીવ હોય, ગુરુભગવંતો પાસે વારંવાર ધર્મતત્ત્વ સાંભળીને શ્રુતનો કંઈક અંશ પામેલો સમ્યગ્દષ્ટિ આત્મા હોય, પરંતુ પ્રમાદના કારણે જેની ધર્મારાધના કંઈક વિકલ (ન્યૂનતાવાળી) હોય. અપૂર્ણ હોય, આવા પ્રકારના આવી પ્રાથમિક કક્ષાના યોગીની જે આંશિક આરાધના છે, તે ઈચ્છાયોગ કહેવાય છે.
(૨) જે આત્માઓએ શાસ્ત્રોનો, સૂક્ષ્મબોધ કર્યો છે. જે શ્રદ્ધાવંત છે તથા યથાશક્તિ નિરતિચાર ધર્મારાધન કરે છે, સતતપણે શાસ્ત્રોનું શ્રવણ મનન નિદિધ્યાસન કરતો થકો તે તે વિષયમાં ઓતપ્રોત છે. તે શાસ્ત્રયોગ કહેવાય છે.
(૩) શાસ્ત્રોના નિરંતર આલંબનથી જે આત્મામાં સ્વયં પોતાનું એવું આત્મસામર્થ્ય પ્રગટ્યું છે કે જેમાં શાસ્ત્રની અપેક્ષા રહેતી નથી એવો શાસ્ત્રાતીત વચનાગોચર પોતાનામાં પ્રગટેલો સામર્થ્યરૂપ અનુભવયોગ તે સામર્થ્યયોગ કહેવાય છે. (જુઓ યોગદષ્ટિ સમુચ્ચય ગાથા ૩-૪-૫)