________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૨-સૂત્ર-૧૪
૪૯ ભાવાર્થ - અગ્નિ રૂપે જેનું શરીર છે તે અગ્નિકાય (તેઉકાય) અને પવનરૂપે જેનું શરીર છે તે વાયુકાય, તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ બધા જીવો ત્રસજીવ કહેવાય છે.
સામાન્યથી જૈનશાસ્ત્રોમાં પૃથ્વી-અપ-તેઉ-વાયુ અને વનસ્પતિ આ પાંચને સ્થાવર કહ્યા છે. અને બેઇન્દ્રિયાદિને જ માત્ર ત્રસ કહ્યા છે. જ્યારે અહીં તેઉકાય અને વાઉકાયને સ્થાવરમાં ન કહેતાં ત્રસમાં કહ્યા છે. તેનું કારણ એ છે કે તેઉકાય અને વાયુકાય સ્વયં (બીજાની પ્રેરણા વિના પણ) ગતિશીલ છે. ગમન કરવાના સ્વભાવવાળા છે. ગમનાગમન કરનારા છે. માટે ત્રસ કહ્યા છે. પરમાર્થથી તો તેઉકાય અને વાઉકાયજીવ સ્થાવર નામકર્મના જ ઉદયવાળા હોવાથી સ્થાવર જ છે. સારાંશ કે તેઉકાય એટલે અગ્નિ આજુબાજુના ઝાડ આદિ દાહ્યપદાર્થોને પકડતી પકડતી ગતિ કરનાર હોવાથી અને વાઉકાય એક દિશામાંથી બીજીદિશામાં વાતો હોવાથી ગમન-આગમન શીલ છે. તેથી ગતિમાન છે. એમ સમજી ગતિત્રસ કહ્યા છે. પરંતુ ઇચ્છાપૂર્વકની પ્રવૃત્તિ-નિવૃત્તિ ન હોવાથી તથા સ્થાવર નામકર્મનો ઉદય હોવાથી પરમાર્થથી સ્થાવર જ છે. જો કે અપ્લાય પણ ગતિ કરે છે. પરંતુ તે ભૂમિના ઢાળના આધારે ગતિ કરે છે. સ્વયં ગતિ કરતો નથી વૃક્ષોની શાખાઓ પણ ગતિ કરે છે પરંતુ પવનના સહયોગથી ગતિ કરે છે. સ્વયં ગતિ કરતી નથી ઈત્યાદિ યુક્તિઓ સમજવી. અહીં વિવફાભેદ માત્ર કારણ છે. પરંતુ મતભેદ કે મતાન્તર નથી. ૨-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org