________________
૪૮ અધ્યાય :૨ -સૂત્ર-૧૩-૧૪ તત્વાર્થાધિગમસૂત્ર સંજોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે જે જીવ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરી શકે તે ત્રસ કહેવાય છે. અને તેવા સંજોગોમાં પોતાની ઈચ્છા પ્રમાણે જે જીવો પ્રવૃત્તિ-નિવૃત્તિ ન કરી શકે અને સ્થિર જ રહે તે સ્થાવર કહેવાય છે. ર-૧૨.
पृथ्व्यब्वनस्पतयः स्थावराः ૨-૧૩ પૃથ્યન્વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ પૃથ્વી-અપ્ર-વનસ્પતયઃ સ્થાવરાઃ ૨-૧૩ .
સૂત્રાર્થ-પૃથ્વીકાય-અપ્લાય અને વનસ્પતિકાય એમ ત્રણ પ્રકારે સ્થાવર જીવો છે. ૨-૧૩. - ભાવાર્થ-પૃથ્વીપણે જેનું શરીર છે તે પૃથ્વીકાય, પાણીરૂપે જેનું શરીર છે તે અપ્લાય, અને વનસ્પતિરૂપે જેનું શરીર છે તે વનસ્પતિકાય. આ ત્રણ પ્રકારના જીવો સુખ દુ:ખના સંજોગો આવવા છતાં પોતપોતાના સ્થાને સ્થિર રહેતા હોવાથી સ્થાવર કહેવાય છે. ૨-૧૩.
તેનોવાયૂ કન્દ્રિયાતિયશ ત્રી: ૨-૧૪ તેજોવાયું દ્વીન્દ્રિયોદયશ્ચ ત્રસાઃ ૨-૧૪ તેજો-વાયૂ દ્વિ-ઈન્દ્રિયોદય: ચ ત્રસાઃ ૨-૧૪
સૂત્રાર્થ - તેઉકાય, વાઉકાય અને બેઈન્દ્રિયાદિ જીવો એ ત્રસ કહેવાય છે. ૨-૧૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org