________________
૩૮
અધ્યાય : ૨-સૂત્ર-૨
તત્ત્વાર્થાધિગમસૂત્ર
(૨) ક્ષાયિકભાવ - ચાર ઘાતીકર્મોના નાશથી જીવને જે ગુણ
પ્રાપ્ત થાય તે.
–
(૩) ક્ષાયોપશમિક ભાવ (મિશ્ર) - ચાર ઘાતીકર્મોના ઉદયગત રસની તીવ્રતાને હણીને મંદ કરીને ભોગવવો. અને અનુદયાવસ્થાવાળા રસને એવો દબાવવો કે જેથી ઉદીરણા અને અપવર્તના આદિ કરણોથી પણ ઉદયમાં ન આવે તે. (૪) ઔદિયકભાવ પૂર્વબદ્ધ કર્મના ઉદયથી જીવને જે જે અવસ્થા પ્રાપ્ત થાય તે.
(૫) પારિણામિકભાવ- વસ્તુમાં રહેલું વસ્તુનું સ્વાભાવિક સ્વરૂપ. નિમિત્ત વિનાનું સહજ સ્વરૂપ તે.
ચોથો ઔયિકભાવ પ્રધાનતાએ જીવને જ હોય છે. કારણ કે જીવે જ પૂર્વકાળમાં કર્મો બાંધેલાં છે. અજીવે બાંધ્યાં નથી. પરંતુ જીવના સંયોગે અજીવ એવા ઔદારિકાદિશરીરોને પણ ઔદિયકભાવ ઘટે છે. ચોથા કર્મગ્રંથમાં કહ્યું છે કે, ભાવે સંધા કરૂણ વિ (ગાથા ૬૯) તથા પૂર્વબદ્ધ કર્મોના ઉદયથી જીવનું સ્વરૂપ આવૃત્ત થાય છે પણ પ્રગટ થતું નથી માટે ઔદિયકભાવ એ જીવનું સ્વરૂપ નથી.
આ પાંચે ભાવોના ભેદ-પ્રતિભેદો તથા તેના તે ભેદોના અર્થો હવે આવે જ છે.
द्विनवाष्टादशैकविंशतित्रिभेदा यथाक्रमम्
Jain Education International
For Private & Personal Use Only
૨-૨
www.jainelibrary.org