________________
૩૬ અધ્યાયઃ ૧-સૂત્ર-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર ધોવણ આદિ કાર્યો થાય છે. તેવાં કાર્યો કાંઠા સ્વરૂપ નદીમાં થતાં નથી. તેથી એક ઉપચરિત નદી છે અને એક વાસ્તવિક નદી છે. આ બધી દષ્ટિઓ તે જ નય કહેવાય છે. ઉપચારની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે નૈગમ, એકીકરણની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે સંગ્રહ, પૃથક્કરણની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે વ્યવહાર, વર્તમાનકાળની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે ઋજુસૂત્ર અને શબ્દના આગ્રહની પ્રધાનતાવાળી જે દૃષ્ટિ તે શબ્દનય કહેવાય છે.
આ પ્રમાણે મૂલનય ૨, પેટાભેદ ૫ અને પેટાભેદના ભેદ ૭ થાય છે. ૧-૩૫.
નય.
દ્રવ્યાર્થિક
પર્યાયાર્થિક
નૈગમ
સંગ્રહ
વ્યવહાર ઋજાસૂત્ર
શબ્દ
વિશેષ-
સાંપ્રત
સમભિરૂઢ એવંભૂત
સામાન્યગ્રાહી
ગ્રાહી
પ્રથમ અધ્યાય સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org