________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અધ્યાય : ૧-સૂત્ર-૩૫
૩૫
શબ્દનયના પણ ત્રણ ભેદો છે. ૧. સાંપ્રત, ૨.
સમભિરૂઢ અને ૩. એવંભૂત.
(૧) સાંપ્રતશબ્દનય-પ્રત્યેક શબ્દોમાં લિંગભેદ, વચનભેદ અને કાલભેદે અર્થનો ભેદ કરે તે સાંપ્રતશબ્દનય. જેમ કે ઘટ અને ઘટીનો તથા તટ અને તટીનો અર્થ જુદો કરે. (૨) સમભિરૂઢનય-પ્રત્યેક શબ્દોનો વ્યુત્પત્તિ પ્રમાણે અર્થ કરે તે. જેમકે વૃન્ પાતીતિ નૃપ:, મુવં પાતીતિ ધૂપ:, મનુષ્યોનું રક્ષણ કરે તે નૃપ અને પૃથ્વીનું રક્ષણ કરે તે ભૂપ. (૩) એવંભૂતનય-જે શબ્દનો જેવો અર્થ થતો હોય તેવો ક્રિયાકાલ હોય ત્યારે જ તે શબ્દનો પ્રયોગ કરે તે. જેમ કે રાજા જ્યારે લડાઈમાં ઉતર્યો હોય અને દેશ તથા મનુષ્યોનું રક્ષણ કરતો હોય તે કાળે જ નૃપ કે ભૂપ કહેવો તે.
નય એટલે વસ્તુને જાણવા-સમજવા માટેની આપેક્ષિક દૃષ્ટિ. જેમ કે એક જ પુરુષને તેના પિતા તેને પુત્ર તરીકે દેખે છે. તેનો પુત્ર તેને પિતા તરીકે દેખે છે. તેના મામા તેને ભાણેજ તરીકે, તેનો ભાણેજ તેને મામા તરીકે અને તેના સસરા તેને જમાઇ તરીકે દેખે છે. વાસ્તવિકપણે બધાજ ધર્મો તે પુરુષમાં છે. પરંતુ તે તે વ્યક્તિની અપેક્ષાએ જ છે. તેવી જ રીતે બાલ્ય, યુવા અને વૃદ્ધ અવસ્થા બદલાવા છતાં અને તે સ્વરૂપે ઉત્પાદ વ્યય હોવા છતાં પણ માનવ પણે ધ્રુવ છે. તથા જલપ્રવાહવાળી નદી જેમ નદી છે. તેમ નદીના કાંઠાને પણ નદી જ કહેવાય છે. છતાં નદીમાં જેવાં સ્નાન-પાન-વસ્ત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org