________________
૩૪
અધ્યાય : ૧-સૂત્ર-૩૫ તત્ત્વાર્થાધિગમસૂત્ર જીવનમાં હોય તેને શાન્તિલાલ કહેવાય. જેના જીવનમાં સમતા વસેલી હોય તેને જ સમતાબેન કહેવાય તે શબ્દનય.
નૈગમ, સંગ્રહ અને વ્યવહાર આ ત્રણ નયો દ્રવ્યાર્થિકનયના ભેદરૂપ છે. અને ઋજુસૂત્ર તથા શબ્દનય પર્યાયાર્થિકનયના ભેદરૂપ છે. આ પ્રમાણે બે નયના મુખ્યત્વે પાંચ નયો છે. ૧-૩૪.
માદશાબ્દી દ્વિત્રિમેલી ૧-૩૫ આદ્યશબ્દ દ્વિત્રિભેદ ૧-૩૫ આદ્ય-શબ્દ દ્વિ-
ત્રિભેદ ૧-૩૫ સૂત્રાર્થ-પ્રથમનય (નૈગમનય)ના બે ભેદ છે અને છેલ્લા શબ્દ નયના ત્રણ ભેદ છે. ૧-૩૫.
- ભાવાર્થ-પ્રથમનય જે નૈગમનય, તેના બે ભેદ છે. સામાન્યગ્રાહી અને વિશેષગ્રાહી, જ્યારે ઘણા વિશાલભાગોનું એકીકરણ કરવા દ્વારા ઉપચાર કરવામાં આવે છે ત્યારે તે સામાન્યગ્રાહી નૈગમનય કહેવાય છે. જેમ કે “હું હિન્દુસ્તાનમાં રહું છું” અહીં પોતાનો વસવાટ હિન્દુસ્તાનના એક ગામમાં અને એક ઘરમાં હોવા છતાં પણ આખા હિન્દુસ્તાનમાં વિચાર્યો તે સામાન્યગ્રાહી નૈગમનય. અને મર્યાદિત ભાગમાં જ્યારે ઉપચાર કરાય ત્યારે વિશેષગ્રાહી નૈગમનય. જેમકે હું અમુક ગામમાં કે અમુક પોળમાં રહું છું એવું જે વિચારવું તે વિશેષગ્રાહી નૈગમનય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org