________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૧૬ ૧૭ (૧) બહુગ્રાહી – ઈન્દ્રિય-ગોચર વિષયમાં જ્યાં દ્રવ્યનો ભેદ
જણાય તે બહુગ્રાહી. જેમ કે વાજાં વાગતાં સાંભળીને તેના શબ્દને અનુસારે શરણાઈ, ઢોલ, નગારા-પડઘમ
અને ઝાલરને ભિન્ન-ભિન્ન વાજિંત્ર રૂપે જાણી શકે તે. (૨) અબદુગ્રાહી-ઉપરોક્ત દ્રવ્યભેદ ન જાણે. પરંતુ માત્ર વાજાં
વાગે છે એટલું જ જાણે, વધારે ન જાણે તે અબહુગ્રાહી. (૩) બહુવિધગ્રાહી - દ્રવ્યના પર્યાયનો પણ ભેદ જાણે તે
બહુવિધગ્રાહી. જેમ કે- આ શરણાઈ તાલમાં વાગે છે. આ બીન તાલમાં વાગે છે. આ ઢોલ સારું લાગે છે.
આ ઢોલ ખોખરૂં વાગે છે. ઈત્યાદિ (૪) અબહુવિધગ્રાહી-દ્રવ્યના એક-બે પર્યાયને જાણે પરંતુ
વધારે પર્યાયને ન જાણે તે. (૫) ક્ષિપગ્રાહી – ઈન્દ્રિય અને વિષયનો યોગ થતાં વિષયને
તુરત જ જાણી શકે. વિલંબ ન લગાડે તે ક્ષિપ્રગ્રાહી. (૬) અક્ષિપ્રગ્રાહી - ઈન્દ્રિય અને વિષયનો યોગ થયે છતે જે
વિષયને ધીમેધીમે જાણે. પરંતુ તુરત ન જાણી શકે છે. (૭) અનિશ્રિતગ્રાહી – બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ વિના
અનુભવબળે જાણે તે. (૮) નિશ્રિતગ્રાહી - બાહ્ય કોઈપણ પ્રકારના લિંગ(ચિહ્ન)ના
આધારે જાણે છે. જેમ કે ધજા દેખીને આ મંદિર છે
એમ જાણવું તે. (૯) અસંદિગ્ધગ્રાહી - જે કંઈ જાણે તેમાં સંદેહ ન હોય.
નિર્ણયાત્મકભાવે જાણે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org