________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૯-સૂત્ર-૨૦
૨૮૫ (૨) વિનય= વડીલોની સેવા કરવી. નમ્ર સ્વભાવ રાખવો,
પ્રેમપૂર્વક બોલવું. મોટાઓને માન આપવું. મોટાનાં
કામકાજ કરવાં. (૩) વૈયાવાન તપસ્વીઓની સેવા કરવી. માંદાની માવજત
કરવી. સેવા-ભક્તિમાં ઉપેક્ષા ન કરવી. મહાત્માઓના કામકાજમાં ઉદાસીન ન બનવું. શારીરિક પરિશ્રમને ગૌણ
કરીને પણ ગુણવન્તોની સેવા-ભક્તિ કરવી. (૪) સ્વાધ્યાય= આત્મચિંતન કરવું, જ્ઞાન ભણવું. અધ્યાત્મશાસ્ત્રો
વાંચવા-વંચાવવાં. વૈરાગ્યવાહી પુસ્તકોનું દોહન કરવું.
આત્મતત્વનો ઉઘાડ થાય તેવું અધ્યયન કરવું. (૫) વ્યુત્સર્ગક ત્યાગ, આત્મસાધનામાં બીનજરૂરી વસ્તુઓનો
ત્યાગ કરવો, વધારાની ઉપધિ, અને કષાયોનો ત્યાગ કરવો. (૬) ધ્યાન વિવિધ વિષયમાં ભટકતા ચિત્તને આત્મા
સાધનાના કોઇપણ એક વિષયમાં સ્થિર કરવું. લીન કરવું. તે વિષયમાં ઓતપ્રોત બની જવું. હિતકારી ભાવોમાં લીન થઈએ તે ધર્મધ્યાન અને શુકલધ્યાન. તથા અહિતકારીભાવોમાં લીન થઇએ તે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન કહેવાય છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને છોડીને બાકીના ઉપરોક્ત છ પ્રકારના અત્યંતર તપો કર્મોની નિર્જરા કરાવે છે. ૯-૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org