SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૪ અધ્યાય : ૯-સૂત્ર-૨૦ તત્ત્વાર્થાધિગમસૂત્ર ઉપરોક્ત છ પ્રકારનો તપ શરીરને તપાવે છે. શોષે છે. અત્યંતર તપનું કારણ બને છે. તેનાથી શમભાવ દ્વારા જુનાં કર્મો નાશ પામે છે. આહાર આદિનાં પુદ્ગલો ઉપર રાગ-દ્વેષ ત્યજી શમભાવ કરવા દ્વારા આ તપ નિર્જરાહેતુ બને છે. ૯-૧૯. ૯-૨૦ प्रायश्चित्त-विनय-वैयावृत्त्य-स्वाध्यायव्युत्सर्ग-ध्यानान्युत्तरम् ૯-૨૦ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃજ્ય-સ્વાધ્યાયવ્યુત્સર્ગ-ધ્યાનાક્યુત્તરમ્ પ્રાયશ્ચિત્ત-વિનય-વૈયાવૃત્ય-સ્વાધ્યાયવ્યુત્સર્ગ-ધ્યાનાનિ-ઉત્તરમ્ ૯-૨૦ સૂત્રાર્થ : પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, વ્યુત્સર્ગ અને ધ્યાન એમ ૬ પ્રકારનો (બીજો તપ) એટલે અત્યંતરતા જાણવો. ૯-૨૦ ભાવાર્થ : જે તપ લોકો દેખી ન શકે, જેનાં માન-બહુમાન ન હોય, જે તપ શરીરને અસર ન કરે, આત્માને તપાવે તે અભ્યત્તર તપ. આ તપ અંદરના કષાયોના ત્યાગસ્વરૂપ છે. તેથી લોકગ્રાહ્ય નથી. માટે અભ્યત્તર તપ કહેવાય છે. (૧) પ્રાયશ્ચિત્તક કરેલી ભૂલ કબૂલ કરવી, ફરીથી આવી ભૂલ ન થાય તેના માટે સજાગ રહેવું. કરેલી ભૂલ બદલ શિક્ષા સ્વીકારવી. હૃદયમાં પશ્ચાત્તાપ કરવો, આલોચના લેવી. માફી માગવી. દંડ સ્વીકારી શુદ્ધ થવું તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy