SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાયઃ ૯-સૂત્ર-૧૯ ૨૮૩ (૧) અનશન=આહારનો ત્યાગ. ઉપવાસ-એકાસણું, આયંબીલ છઠ્ઠ, અઠ્ઠમ-અટ્ટાઇ આદિ તપ વિશેષ કરવો તે. અશન એટલે આહાર, તેનો ત્યાગ તે અનશન. આહારના ૪ પ્રકારો છે. અશન-પાન-ખાદિમ-સ્વાદિમ. (૨) ઉણોદરી-ઓછા કોળીયા ભોજન કરવું. ભૂખ કરતાં ઓછું ખાવું. તેનાથી આળસ ન આવે, ઉંઘ ન આવે, પ્રમાદ ન વધે. તે અવમૌદર્ય એટલે ઉણોદરી. (૩) વૃત્તિપરિસંખ્યાનવૃત્તિ એટલે ઇચ્છાઓ, તેને રોકવી, કંટ્રોલ કરવો, ભોગ-પરિભોગ ઓછા કરવા તે. ઓછા દ્રવ્યોનો ઉપયોગ કરવો, ઇચ્છાઓને અટકાવવી અથવા પરિમિત કરવી તે. (૪) રસપરિત્યાગ= રસવાળી વસ્તુનો (વિગઇ વિગેરેનો) ત્યાગ કરવો. મીઠાઇ-કેરી, શીખંડ-દૂધપાક જેવી માદક વસ્તુઓનો ત્યાગ કરવો તે. જે જે વસ્તુઓ વધારે વિકારક હોય તેનો ત્યાગ કરવો તે. (૫) વિવિક્તશય્યાસનવિવિક્ત એટલે એકાન્ત, નિર્જનાવસ્થા, જ્યાં લોકોની અવર-જવર ન હોય, ત્યાં શયા-આસનબેઠક રાખવી. જેથી જ્ઞાન-ધ્યાનની આરાધનામાં સ્કૂલના ન થાય તે. (૬) કાયકલેશ= કાયાને થોડીક કષ્ટમાં રાખવી. અતિશય સુખશૈલ સ્વભાવવાળી ન બનાવવી. અવસરે તકલીફો પણ વેઠી લેવી. યથાશક્તિ ઉપસર્ગો અને પરીષહો સહન કરવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy