________________
અધ્યાય : ૧-સૂત્ર-૪
તત્ત્વાર્થાધિગમસૂત્ર
અથવા પ્રતિમાદિનાં દર્શન આદિ બાહ્યનિમિત્તો કારણ છે. આવાં બાહ્યનિમિત્તોથી જે સમ્યગ્દર્શન થાય છે. તે અધિગમ. સ્વયંબુદ્ધ કે પ્રત્યેકબુદ્ધ જેવા મહાત્મા પુરુષોને આ સમ્યગ્દર્શન નિસર્ગથી થાય છે. અને બુદ્ધબોધિત જીવોને આ સમ્યગ્દર્શન અધિગમથી થાય છે. ૧-૩.
૪
૧-૪
जीवाजीवाश्रवबन्धसंवरनिर्जरामोक्षास्तत्त्वम् જીવાજીવાશ્રવબન્ધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્ત્વમ્ ૧-૪ જીવ-અજીવ-આશ્રવ-બંધ-સંવર-નિર્જરા-મોક્ષાઃતત્ત્વમ્૧-૪
સૂત્રાર્થ - આ સંસારમાં જીવ-અજીવ-આશ્રવ-બંધસંવર-નિર્જરા અને મોક્ષ એમ કુલ સાત તત્ત્વો છે. ૧-૪.
ભાવાર્થ-જાણવા યોગ્ય જે ભાવો તેને તત્ત્વ કહેવાય છે. તત્ત્વ એટલે જ્ઞેયસ્વરૂપે સારભૂત પદાર્થ. આ સંસારમાં પારમાર્થિક-પણે બે જ તત્ત્વ છે. (૧) જીવ અને (૨) અજીવ. ચૈતન્ય (ચેતના) ગુણ જેમાં છે તે જીવ. અને ચૈતન્ય ગુણ જેમાં નથી તે અજીવ. અર્થાત્ ચેતન અને જડ. આ બે પ્રકારના પદાર્થોથી જ આ જગત ભરેલું છે. બાકીનાં આશ્રવ વગેરે પાંચ તત્ત્વો એ જીવનું બાધક-સાધક તથા સાધ્ય સ્વરૂપ છે. આશ્રવ અને બંધ એ બાધકસ્વરૂપ છે. સંવર-નિર્જરા એ સાધકસ્વરૂપ છે. અને મોક્ષ એ સાધ્ય સ્વરૂપ છે. અન્ય શાસ્ત્રોમાં પુણ્ય અને પાપ સાથે કુલ નવ તત્ત્વો પણ આવે છે. પરંતુ તે પુણ્ય-પાપનો આશ્રવમાં સમાવેશ કરવાથી અહીં સાત તત્ત્વો કહેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org