________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૧-સૂત્ર-૩ સમ્યગ્દર્શન કહેવાય છે. દર્શનમોહનીયકર્મના ક્ષયોપશમાદિ રૂપ આન્તરિકકારણથી અને સત્સંગ, સ્વાધ્યાય, પ્રભુભક્તિ, આદિ બાહ્યકારણોથી આ સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થાય છે. ૧-૨.
तन्निसर्गादधिगमाद् वा १-3 તગ્નિસર્ગાદધિગમા વા ૧-૩ તનિસર્ગી અધિગમાદ્ વા ૧-૩
સૂત્રાર્થ - તે સમ્યગ્દર્શન ગુણ નિસર્ગથી અથવા અધિગમથી પ્રાપ્ત થાય છે. ૧-૩.
ભાવાર્થ - આવા પ્રકારનું આ સમ્યગ્દર્શન અનાદિકાલથી આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને (૧) નિસર્ગથી પણ થાય છે. અને (૨) અધિગમથી પણ થાય છે. સમ્યગ્દર્શનને સમ્યકત્વ અને સમકિત પણ કહેવાય છે. આ સમ્યગ્દર્શન એ મુક્તિપ્રાપ્તિનું પરમબીજ છે આ સમ્યકત્વ આવવાથી સંસાર વધુમાં વધુ દેશોન અર્ધ પુદ્ગલ પરાવર્તન માત્ર જ બાકી રહે છે. એટલે કે પરિમિત થઈ જાય છે અને મુક્તિપ્રાપ્તિ નિશ્ચિત થઈ જાય છે. આવા પ્રકારના સમ્યગ્દર્શનની પ્રાપ્તિનાં મુખ્યત્વે બે કારણો છે. (૧) નિસર્ગ અને (૨) અધિગમ.
નિસર્ગ- એટલે જેમાં ગુરુનો ઉપદેશ કે પ્રતિમાનાં દર્શનાદિ જેવાં બાહ્ય કારણો-નિમિત્ત ન હોય. પરંતુ આત્માની પોતાની અંદરની જાગૃતિ વિશેષ જ કારણ હોય તે નિસર્ગ.
અધિગમ- એટલે બાહ્ય નિમિત્ત. જેમાં ગુરુનો ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org