SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય : ૫-સૂત્ર-૪ ૧૨૭ સૂત્રાર્થ- ઉપરોક્ત પાંચે દ્રવ્યો નિત્ય છે. અવસ્થિત છે અને અરૂપી છે. ૫-૩. ભાવાર્થ- ધર્માસ્તિકાયાદિ પાંચે દ્રવ્યો નિત્ય છે. જે દ્રવ્યોની આદિ નથી. અને અંત પણ નથી. જેઓનો કોઇ કર્તા કે સંહર્તા નથી. તેથી તે નિત્ય છે અર્થાત્ અનાદિ અનંત છે. તે દ્રવ્યો સદાકાળથી છે અને સદાકાળ રહેવાનાં જ છે તેથી તેને નિત્ય કહેવાય છે. તથા આ પાંચે દ્રવ્યો અવસ્થિત છે એટલે કે બીજા દ્રવ્યોની સાથે એકમેક થઇને રહે છે છતાં પણ તે બીજા દ્રવ્યરૂપે બની જતાં નથી. પોતાના દ્રવ્યપણામાં જ અવસ્થિત-સદા રહેનારાં છે. તેને અવસ્થિત કહેવાય છે તથા અરૂપી છે. વર્ણ-ગંધ-રસ અને સ્પર્શ વિનાનાં છે. જો કે અરૂપીનું વિધાન સામાન્યપણે હોવાથી પાંચે દ્રવ્યો જેમ નિત્ય અને અવસ્થિત છે તેમ પાંચે દ્રવ્યો અરૂપી છે એમ અર્થ સમજાય છે. તો પણ ચોથા સૂત્રમાં પુદ્ગલાસ્તિકાયને રૂપી કહેવાનો છે. તેથી પુદ્ગલાસ્તિકાય વિના બાકીનાં ચાર જ દ્રવ્યો અરૂપી છે. એમ સમજવું. ૫-૩. પિન: પુાતા: ૫-૪ રૂપિણઃ પુદ્ગલા ૫-૪ રૂપિણઃ પુદ્ગલાઃ ૫-૪ સૂત્રાર્થ-પુદ્ગલાસ્તિકાય સમસ્ત રૂપી હોય છે. ૫-૪. ભાવાર્થ-વર્ણ-ગંધ-૨સ અને સ્પર્શવાળાપણું એ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001095
Book TitleTattvarthadhigama sutra Tika
Original Sutra AuthorUmaswati, Umaswami
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2002
Total Pages357
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy