________________
પાંચમો કર્મગ્રંથ
સમાપ્ત થયા બાદ ક્રમશઃ આવનારી ૨૭-૨૬ની સત્તા કાળે આ સમ્યક્ત્વમોહનીયની સત્તા હોતી નથી. આ રીતે મિથ્યાત્વગુણસ્થાનકે સમ્યક્ત્વમોહનીયની અવસત્તા સમજાવી.
૪૨
મિશ્રર્દષ્ટિગુણસ્થાનકે ચોથેથી આવનારાને ૨૮-૨૪ની સત્તા હોવાથી સમ્યક્ત્વમોહનીયની સત્તા હોય છે. પરંતુ સમ્યક્ત્વમોહનીયની ઉલના પૂર્ણ થયા પછી પહેલેથી ત્રીજે આવનારા ૨૭ની સત્તાવાળા જીવોને સમ્યક્ત્વમોહનીયની ઉદ્દલના થયેલી હોવાથી સત્તા સંભવતી નથી. માટે અવસત્તાક છે. તથા ચોથાથી અગિયારમા સુધીમાં ઉપશમસમ્યક્ત્વી અને ચોથાથી સાતમા સુધીમાં ક્ષયોપશમ સમ્યક્ત્વી જીવોને અવશ્ય સત્તા છે અને ક્ષાયિકસમ્યક્ત્વીને નથી. માટે વૈકલ્પિક સત્તા છે. આ રીતે મિથ્યાત્વમોહનીય અને સમ્યક્ત્વમોહનીય એમ બે પ્રકૃતિઓની અધ્રુવસત્તા આ ગાથામાં સમજાવી. ૧૦
ગાથા : ૧૧
હવે મિશ્રમોહનીય અને અનંતાનુબંધી ચારકષાયની ગુણસ્થાનક આશ્રયી અધ્રુવસત્તા સમજાવે છે– सासणमीसेसु धुवं, मीसं मिच्छाइ नवसु भयणाए । आइदुगे अण नियमा, भइया मीसाइ नवगंमि ॥ ११ ॥ (सास्वादनमिश्रयोर्ध्रुवं, मिश्रं मिथ्यात्वादिनवसु भजनया । आदिद्विकेऽनन्तानुबन्धिनो नियमाद् भाज्या मिश्रादिनवके) ॥ ११ ॥
સાસામી તેમુ= સાસ્વાદન અને મિશ્રગુણસ્થાનકે, ઘ્રુવં= અવશ્ય, મૌñ= મિશ્રમોહનીય, મિચ્છાનવસુ= મિથ્યાત્વ આદિ નવગુણસ્થાનકોમાં, મવા= વિકલ્પ, આવુì= પહેલા બે ગુણઠાણે, અળ= અનંતાનુબંધી, નિયમા= અવશ્ય, ભવા=વિક્લ્પ મીસા=મિશ્ર વગેરે નવમિ= નવ ગુણસ્થાનકોમાં ||૧૧||
ગાથાર્થ—મિશ્રમોહનીય સાસ્વાદન અને મિશ્રગુણઠાણે અવશ્ય હોય છે. અને મિથ્યાત્વાદિ શેષ નવ ગુણસ્થાનકોમાં ભજનાએ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org