________________
પાંચમો કર્મગ્રંથ
છે. અનંતાનુબંધી ચારકષાયો પહેલા-બીજા ગુણઠાણે નિયમા હોય છે. અને મિશ્ર આદિ નવ ગુણઠાણાઓમાં ભજનાએ હોય છે. ।।૧૧।
ગાથા : ૧૧
વિવેચન–અહીં મૂલગાથામાં સાસ્વાદન અને મિશ્ર એમ બે જ ગુણસ્થાનકો લેવાનાં હોવા છતાં જે બહુવચન કરેલ છે તે પ્રાકૃતભાષાના કારણે જાણવું. આ બે ગુણસ્થાનકોમાં મિશ્રમોહનીયની ધ્રુવસત્તા છે. કારણ કે સાસ્વાદનગુણસ્થાનકે ઉપશમથી પડતો જીવ આવતો હોવાથી મોહનીયની અવશ્ય ૨૮ની જ સત્તા હોય છે. અને તેમાં મિશ્રમોહનીય છે જ, તેથી સાસ્વાદને મિશ્ર ધ્રુવસત્તાક છે. તથા સમ્યક્ત્વથી પડતો મિશ્ર આવે ત્યારે ૨૮-૨૪, અને મિથ્યાત્વેથી મિશ્રે આવે ત્યારે ૨૮-૨૭ની જ સત્તા હોવાથી અને આ ૨૮-૨૪-૨૭ એમ ત્રણેમાં મિશ્રમોહનીયની અવશ્ય સત્તા હોવાથી બીજે-ત્રીજે ગુણઠાણે મિશ્રમોહનીયની ધ્રુવસત્તા જ સંભવે છે. જો સમ્યક્ત્વપુંજ અને મિશ્રપુંજની ઉદ્દલના કર્યા બાદ અથવા અનાદિમિથ્યાત્વી જીવ કે જે ૨૬ની સત્તાવાળો હોય છે તે જીવો મિશ્રગુણઠાણે જતા હોત તો મિશ્રગુણઠાણે મિશ્રમોહનીયની સત્તા વૈકલ્પિક થાત. પરંતુ એમ બનતું જ નથી. કારણ કે મિશ્રમોહનીયની સત્તા વિના ઉદયનો સંભવ ન હોવાથી ત્રીજું ગુણસ્થાનક આવતું જ નથી. અહીં મૂલગાથામાં વં શબ્દ છે પરંતુ સત્તા શબ્દ નથી, છતાં ૧૦મી ગાથામાંથી સંત શબ્દ ડમરૂકમણિ ન્યાયથી અહીં પણ લઇ લેવો.
૪૩
મિચ્છાડ઼ નવસુ મયગા=મિથ્યાત્વાદિ બાકીનાં નવ ગુણસ્થાનકોમાં મિશ્રમોહનીયની સત્તા વિકલ્પે જાણવી. સમ્યક્ત્વથી પતિત થઇને મિથ્યાત્વે આવેલા અને ઉર્દુલના કરતા એવા ૨૮-૨૭ની સત્તાવાળા મિથ્યાદષ્ટિને મિશ્રમોહનીયની સત્તા હોય છે. અને ઉલિતમિશ્રપુજવાળાને તથા અનાદિમિથ્યાત્વીને મિશ્રની સત્તા હોતી નથી. આ પ્રમાણે પહેલા ગુણઠાણે મિશ્રની સત્તા વિકલ્પે જાણવી. ચોથાથી અગિયારમા સુધીમાં ઉપશમને સત્તા હોય અને ક્ષાયિકને સત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org