________________
ગાથા : ૧૦
પાંચમો કર્મગ્રંથ
૪૧
હોય તો પણ અને સમ્યકત્વમોહનીયની ઉર્વલના થઈ ગઈ હોય તો ૨૭ની સત્તા હોય તો પણ મિથ્યાત્વ-મોહનીય નિયામાં સત્તામાં છે જ. આ રીતે ચોથેથી ત્રીજે આવનારાને ૨૮ ને ૨૪ની સત્તા હોતે છતે અને પહેલેથી ત્રીજે આવનારાને ૨૮ અને ર૭ની સત્તા હોતે છતે તે સર્વેમાં મિથ્યાત્વ અવશ્ય છે જ, તેથી પહેલે, બીજે અને ત્રીજે ગુણઠાણે મિથ્યાત્વમોહનીયની સત્તા અવશ્ય છે જ.
નિયાફકટ્ટને મગં= અવિરતિથી ઉપશાન્તમોહ સુધી મિથ્યાત્વમોહનીયની સત્તા ભજનાએ હોય છે. ઔપશમિક સમ્યક્ત્વીને સત્તા હોય છે. અને ક્ષાયિકસમ્યકત્વીને સત્તા હોતી નથી. તથા ક્ષયોપશમસમ્યકત્વવાળાને ૪થી૭ ગુણસ્થાનક જ હોય છે. તેમાં પણ ૨૮૨૪ની સત્તા હોય ત્યારે મિથ્યાત્વની સત્તા હોય છે અને ક્ષાયિક પામતાં પૂર્વે ૨૩-૨૨ની સત્તાકાળે આ મિથ્યાત્વમોહનીયની સત્તા હોતી નથી. એમ આઠ ગુણસ્થાનકોમાં ભજના જાણવી. (૧૨થી૧૪માં સત્તા છે જ નહી.)
(૨) સાસને રાહુ = સમ્યકત્વમોહનીય સાસ્વાદને નિયમાં સત્તામાં હોય છે કારણ કે ત્યાં ઉપશમસમ્યકત્વી જ આવે છે અને તેને નિયમા ૨૮ની જ સત્તા છે. તે ૨૮માં સમ્યકત્વ-મોહનીય અવશ્ય સત્તામાં છે જ. તેથી સાસ્વાદને ધ્રુવસત્તા છે. ઉપશમસમ્યકત્વી વિના બીજા કોઇપણ જીવો સાસ્વાદને આવતા નથી. તેથી સાસ્વાદને સમ્યકત્વમોહનીયની સત્તા અધ્રુવ હોતી નથી.
સંત મિચ્છારૂપ વા= મિથ્યાત્વાદિ (બીજા વિના) બાકીનાં દશ ગુણસ્થાનકોમાં સત્ત્વમોહનીયની વિકલ્પ સત્તા હોય છે. પહેલા ગુણઠાણે અનાદિમિથ્યાત્વીને સમ્યકત્વમોહનીયની સત્તા સંભવતી જ નથી. ચોથેથી પડીને પહેલે આવનારા જીવોને સમ્યત્વ મોહનીયની ઉર્વલના ચાલુ હોય અને પુરી ન થાય ત્યાં સુધી ૨૮ની સત્તા હોવાથી સમ્યકત્વમોહનીયની સત્તા હોય છે, પરંતુ તે ઉદ્ગલના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org