________________
ગાથા : ૩-૪
પાંચમો કર્મગ્રંથ
૨૧
તેવી રીતે અનંતાનુબંધી આદિ સોળે કષાયોનો બંધહેતુ તે તે કષાયોદય છે. અને તે તે કષાયોદય જ્યારે જ્યારે વર્તતો હોય છે ત્યારે તે તે કષાયો બંધાય જ છે તેથી સોળકષાયની પ્રકૃતિઓ નિયતબંધવાળી છે તેથી તે ધ્રુવબંધી જ છે. આ રીતે “બંધહેતુ માત્ર હોતે છતે અનિયત બંધવાળી” એમ વ્યાખ્યા ન કરતાં તેમાં આગળ નિગ શબ્દ ઉમેરીને મિથ્યાત્વાદિ ચાર સામાન્ય બંધહેતુઓમાંથી “પોતપોતાના બંધહેતુ હોવા છતાં પણ જે અનિયતબંધવાળી પ્રકૃતિઓ છે તે અધુવબંધી છે. એવું લક્ષણ જાણવું. જેથી અહીં કોઈ દોષ આવતો નથી. આ પ્રમાણે ધ્રુવબંધી ૪૭ અને અધુવબંધી ૭૩ પ્રકૃતિઓ છે. એ નક્કી થયું.
જે પ્રકૃતિઓનો બંધ અનાદિકાળથી જીવને ચાલતો હોય, બંધની આદિ જ ન હોય તે અનાદિબંધ કહેવાય છે. જે પ્રકૃતિઓનો બંધ અમુક કાળે જ શરૂ થયો હોય અર્થાત્ આદિવાળો બંધ હોય તે સાદિબંધ કહેવાય છે. જે બંધ સદા ચાલવાનો જ હોય, અંત આવવાનો જ ન હોય તે અનંતબંધ કહેવાય છે. અને જે બંધ સદા ચાલવાનો ન હોય પરંતુ અન્ત આવવાનો હોય તે સાન્તબંધ કહેવાય છે.
મનાસિદ્ધિશબ્દો આ ચેષાં તે અનાદિસઃિ ''-અનાદિ અને સાદિ એવા બે શબ્દો છે આદિમાં જેને તે, આ સમાસમાં મા શબ્દવાળું માદ્રિ પદ ગાથા પ્રાકૃત હોવાથી લોપ થયેલું છે. તથા અનન્તાન્તશલ્દી ઉત્તરપૂર્વે રેષાં તે અનન્તસીહ્નોત્તરી:=અનંત અને સાન્ત એવા શબ્દો છે ઉત્તરપદમાં જેને તે, આ સમાસમાં ઉત્તરપટ્ટે આ શબ્દમાં તે સુરવી (સિદ્ધહેમવ્યાકરણ ૩-ર-૧૦૮)થી પ શબ્દનો લોપ થયેલો છે. (જુઓ સ્વોપજ્ઞ ટીકા). ૧. અનાદિઅનંત, ૨. અનાદિસાન્ત, ૩. સાદિઅનંત, અને ૪. સાદિસાન્ત. એમ ચાર પ્રકાર જાણવા. આ ચારે ભાંગા બંધ અને ઉદય આશ્રયી હવે પછીની ગાથામાં સમજાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org