________________
૨૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૩-૪
જ નથી. જેમ કે નરકગતિ આદિ ચારે અધુવબંધી છે. છતાં જ્યારે બહુઆરંભ-સમારંભ, બહુપરિગ્રહ અને રૌદ્રધ્યાન વર્તતું હોય ત્યારે અવશ્ય નરકગતિ પ્રાયોગ્ય બંધ થાય જ છે. માયા-કપટ-શઠતા આદિ ભાવો હોય ત્યારે અવશ્ય તિર્યંચગતિપ્રાયોગ્ય બંધ થતો જ હોય છે. તેથી સર્વે અદ્ભવબંધી પ્રકૃતિઓ પણ પોતપોતાનો બંધહેતુ હોય ત્યારે નિયત બંધવાળી જ થાય છે. આ પ્રમાણે અધુવબંધીનું લક્ષણ પ્રથમપક્ષ પ્રમાણે અતિવ્યાપ્તિદોષવાળું અને બીજા પક્ષ પ્રમાણે અસંભવદોષવાળું હોવાથી દોષિત છે. તો અધુવબંધીનું સાચું લક્ષણ શું?
ઉત્તર–અહીં બીજો પક્ષ તે લેવાનો જ નથી તેથી અસંભવ દોષની ચર્ચા કરવાની રહેતી જ નથી. પરંતુ પહેલો પક્ષ લેવાનો છે. ત્યાં મિથ્યાત્વાદિ મૂલ ચાર બંધહેતુમાંનો કોઈ પણ એક બંધહેતુ હોતે છતે અનિયતબંધવાળી જે પ્રકૃતિઓ હોય તે અઘુવબંધી કહેવાય એવું લક્ષણ કરવાનું નથી. પરંતુ “નિગ” શબ્દ આગળ બંધમાં જોડવાનો છે. એટલે મિથ્યાત્વાદિ ચાર મૂલ બંધહેતુઓમાંથી જે જે પ્રકૃતિઓના બંધમાં “વસ મિષ્ટ નિછવિરરૂ' ચોથા કર્મગ્રંથની ગાથા પ૩ પ્રમાણે જે જે બંધ હેતુઓ કહ્યા છે. જેમ કે- સાતાનો બંધ ચારના નિમિત્તવાળો, સોળ પ્રકૃતિનો બંધ મિથ્યાત્વના નિમિત્તવાળો, પાંત્રીસ પ્રકૃતિનો બંધ મિથ્યાત્વ અને અવિરતિના નિમિત્તવાળો અને આહારકદ્ધિક અને જિનનામ વિના બાકીની ૬પનો બંધ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય એમ ત્રણના નિમિત્તવાળો છે. આ પ્રમાણે મિથ્યાત્વાદિ સામાન્ય ચાર બંધહેતુમાંથી નિન= પોતપોતાનો બંધહેતુ હોવા છતાં પણ અનિયત બંધવાળી જે પ્રકૃતિઓ છે. તે અધુવબંધી છે. આ લક્ષણ ધ્રુવબંધી ૪૭ પ્રકૃતિમાંની એકેયમાં જતું નથી. તેથી અતિવ્યાપ્તિદોષ આવતો નથી. જેમકે-મિથ્યાત્વમોહનીયનો બંધહેતુ ઉપરોક્ત મૂળ ચાર બંધહેતુમાંથી ફક્ત એક મિથ્યાત્વ જ છે. અને તે મિથ્યાત્વબંધહેતુ હોતે છતે તે મિથ્યાત્વમોહનીય અનિયત-બંધવાળી નથી. પરંતુ નિયતબંધવાળી જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org