________________
૨૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૫
હવે તે ચાર ભાંગામાંના કેટલા ભાંગા ધ્રુવોદયી, ધ્રુવબંધી આદિમાં સંભવે છે તે જણાવે છે. पढमबिया धुवउदइसु, धुवबंधिसु तइयवज भंगतिगं । मिच्छम्मि तिन्नि भंगा, दुहा वि अधुवा तुरियभंगा ॥५॥ (प्रथमद्वितीयौ ध्रुवोदयासु ध्रुवबंधिनीषु तृतीयं वर्जयित्वा भङ्गत्रिकम् । मिथ्यात्वे त्रयो भङ्गा द्विधाऽपि अध्रुवाश्चतुर्थभङ्गाः) ॥ ५॥
પઢમ-પહેલો, વિયા=બીજો, યુવકફયુ ધ્રુવોદયિપ્રકૃતિઓમાં, યુવઘંધસુ=ધ્રુવબંધી પ્રકૃતિઓમાં, તરૂચ ત્રીજા ભાંગાને, વન-વજીને, મંતિમાં ત્રણ ભાંગા હોય છે. મિચ્છમિ-મિથ્યાત્વમાં, તિત્રિ-ત્રણ, મંગ ભાંગા હોય છે. હું વિકબશે પ્રકારની પણ, મધુવન અધુવભાવવાળી પ્રકૃતિઓમાં, તુરિયHT= ચોથો ભાગો જાણવો. Ifપી
ગાથાર્થ– (૨૬) ધ્રુવોદયી પ્રકૃતિમાં પહેલો અને બીજો ભાંગો હોય છે. ૪૭ ધ્રુવબંધી પ્રકૃતિઓમાં ત્રીજા ભાંગા વિના બાકીના ત્રણ ભાંગા હોય છે. મિથ્યાત્વમોહનીયમાં ઉદયને આશ્રયી ત્રણ ભાગ હોય છે. અને બન્ને પ્રકારની અધ્રુવભાવવાળી પ્રકૃતિઓમાં ચોથો એક જ ભાંગો હોય છે. તે પા.
વિવેચન-અનાદિ અનન્ત, અનાદિસાન્ત, સાદિ અનંત અને સાદિસાન્ત એમ ચાર ભાંગા છે. ૪૭ ધ્રુવબંધી, ૭૩ અધુવબંધી, અને હવે પછીની ગાથાઓમાં આવનારી ૨૭ ધ્રુવોદયી અને ૯૫ અધુવોદયી પ્રકૃતિઓમાં આ ચાર ભાંગા સમજાવવાના છે, તેમાં છઠ્ઠી ગાથામાં ૨૭ ધ્રુવોદયી પ્રકૃતિઓ કહેલી છે. તેમાંથી એક મિથ્યાત્વમોહનીય વિના બાકીની ર૬ ધ્રુવોદયી પ્રકૃતિમાં પહેલો અને બીજો એમ બે જ ભાંગા સંભવે છે. કારણ કે અભવ્યજીવોને સદાકાળ માટે પહેલું જ ગુણસ્થાનક હોવાથી છવ્વીસે પ્રકૃતિઓનો ઉદય સદાકાળ હોવાથી તે ઉદય અનાદિ કાળથી છે જ. અને અનંતકાળ સુધી રહેવાનો પણ છે જ. માટે અભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org