________________
ગાથા : ૩-૪
પાંચમો કર્મગ્રંથ
૧૭.
સાતમ-આઠમે ગુણઠાણે વિશિષ્ટ ચારિત્રવાળાને જ આવે છે. અન્ય ગુણઠાણે આવતો નથી માટે પ્રશસ્તકષાયહેતુક એવુ આહારદિક સાતમે અને આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ બંધાય છે. અન્ય ગુણઠાણે બંધાતું નથી. આવા પ્રકારનો આ પ્રશસ્તક્ષાય સાતમે અને આઠમા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી સંભવતા ચારિત્રકાળે જ હોય છે. તેથી ઉપચાર કરીને ચારિત્રને બંધહેતુ કહ્યો છે. એવી જ રીતે “સર્વે જીવોને ધર્મ પમાડું” એવી ભાવદયાવાળી ભાવના યુક્ત પરોપકાર કરવા રૂપ સર્વજીવો પ્રત્યે અને પરમાત્માના ધર્મ પ્રત્યે જે અવિચલ રાગ એ જ જિનનામના બંધનો હેતુ છે. પરંતુ સમ્યક્ત એ જિનનામના બંધનો હેતુ નથી. આવા પ્રકારના અવિચલ રાગ સ્વરૂપ પ્રશસ્ત કષાય ચોથાથી આઠમાના છઠ્ઠા ભાગ સુધી જ હોય છે. ઉપરની શ્રેણીમાં કષાયોનો ક્ષય અથવા ઉપશમ થતો જતો હોવાથી સમ્યકત્વ હોવા છતાં પ્રશસ્ત એવો પણ કષાય ન હોવાથી જિનનામ બંધાતું નથી. તથા ચોથાથી આઠમા સુધીમાં પણ ત્રણ સભ્યત્વમાંથી ગમે તે એક સમ્યકત્વ નિયમો હોય જ છે છતાં પરોપકાર કરવાની ભાવના સ્વરૂપ પ્રશસ્ત રાગાત્મક કષાય સર્વે જીવોને હોતો નથી. તેથી ત્યાં સમ્યકત્વ હોવા છતાં જિનનામકર્મ નિયમો બંધાતું નથી. આ રીતે સમ્યક્ત એ આત્માનો ગુણ છે. તેથી તે જિનનામના બંધનો હેતુ નથી. પરંતુ પ્રશસ્તરાગાત્મક કષાય જ જિનનામના બંધન હોતુ છે. છતાં તેવો પ્રશસ્તરાગ જો આવે તો નિયમા ત્રણમાંના કોઇપણ એક સમ્યકત્વવાળાને જ આવે છે. સમ્યકત્વ વિના આવો પ્રશસ્તરાગ (ધર્મ ઉપરનો અને ધર્મ પમાડવા ઉપરનો રાગ) આવતો નથી. તેથી સમ્યકત્વમાં ઉપચાર કરીને જિનનામના બંધનો હેતુ સમ્યકત્વ કહ્યો છે.
પરાઘાત અને ઉચ્છવાસ નામકર્મ આ બન્ને પ્રકૃતિઓનો બંધહેતુ કષાય છે. તે કષાય બંધહેતુ જીવમાં હોવા છતાં પણ પરભવ પ્રાયોગ્ય બંધાતી પ્રકૃતિમાં જો પર્યાપ્ત પ્રાયોગ્ય બંધ થતો હોય તો જ આ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org