________________
પાંચમો કર્મગ્રંથ
પ્રશ્ન-પ્રમાદ વિનાનું ચારિત્ર અને સમ્યક્ત્વ આ તો આત્માના ઉત્તમ ગુણો છે. શું ગુણો કર્મબંધના હેતુ હોય? ગુણોથી તો કર્મોનો ક્ષય થાય. કર્મોનો બંધ તો મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગથી થાય છે. તથા ચારિત્ર અને સમ્યક્ત્વથી જો આ કર્મો બંધાતાં હોય તો સાતમા-આઠમા ગુણઠાણા કરતાં ઉપરના નવમા ગુણઠાણાથી ચૌદમા ગુણઠાણામાં ચારિત્ર અને સમ્યક્ત્વ વધારે નિર્મળ નિર્મળ છે ત્યાં પણ આ ત્રણ કર્મો કેમ બંધાતાં નથી? વળી અપ્રમાદ ચારિત્ર” સાતમેઆઠમે ગુણઠાણે તો નિયમા હોય જ છે, તેથી ત્યાં અપ્રમાદ ચારિત્રના કારણે જો આહારકદ્ધિક બંધાતું હોય તો નિયમા કેમ બંધાતું નથી? અને જિનનામકર્મ સમ્યક્ત્વના કારણે જો બંધાતું હોય અને ત્રણ સમ્યક્ત્વમાંથી જો ઔપશમિક સમ્યક્ત્વથી બંધાતું હોય તો અગિયારમા ગુણઠાણા સુધી, ક્ષાયિકથી બંધાતું હોય તો ચૌદમા ગુણઠાણા સુધી અને ક્ષયોપશમથી બંધાતું હોય તો માત્ર સાતમા ગુણઠાણા સુધી જ જિનનામકર્મ બંધાવું જોઇએ. આઠમા ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધી જ બંધાનારું જિનનામકર્મ ઉપરોક્ત ત્રણે પ્રકારના સમ્યક્ત્વમાંથી કોઇની પણ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ ધરાવતું નથી. તથા ચોથા આદિ ગુણસ્થાનકોમાં ઉપરોક્ત ત્રણે પ્રકારનાં સમ્યક્ત્વોમાંથી કોઇને કોઇ એક પ્રકારનું સમ્યક્ત્વ તો જીવોમાં હોય જ છે છતાં તે ગુણઠાણાવાળા સર્વે જીવોને જિનનામકર્મ બંધાતું નથી. તો સમ્યક્ત્વથી જિનનામકર્મ બંધાય છે. એમ કેમ કહેવાય?
૧૬
ઉત્તર–તમારો પ્રશ્ન બરાબર છે. પરમાર્થથી તો સંયમ અને સમ્યક્ત્વ એ આત્માના ગુણો હોવાથી કર્મબંધના હેતુ નથી જ. મિથ્યાત્વ આદિ ચાર બંધહેતુમાંથી કષાય નામના ત્રીજા બંધહેતુ વડે જ આ ત્રણ કર્મપ્રકૃતિઓ બંધાય છે. ત્યાં આત્માના સંયમાદિ ગુણો ઉપર અને ગુણોની પ્રાપ્તિ માટેના પ્રયત્ન ઉપરના અતિશય રાગ-પ્રેમ સ્વરૂપ પ્રશસ્ત કષાયથી આહારકદ્ધિક બંધાય છે. પરંતુ આવો પ્રશસ્તકષાય જીવને
Jain Education International
ગાથા : ૩-૪
For Private & Personal Use Only
www.jainelibrary.org