________________
ગાથા : ૩-૪
પાંચમો કર્મગ્રંથ
૧પ
નામ, ઉદ્યોત, આતપ, પરાઘાત, ત્રસવિંશતિ, ૨ ગોત્ર, ૨ વેદનીય, હાસ્યાદિ બે યુગલ ૪, વેદ ૩, તથા ૪ આયુષ્ય એમ કુલ ૭૩ અધુવબંધી છે. તેના અનંત અને સાન્તની સાથે અનાદિ અને સાદિ જોડતાં ચાર ભાંગા થાય છે. || ૩-૪
વિવેચન-ધ્રુવબંધી ૪૭ સમજાવીને બાકીની ૭૩ પ્રકૃતિઓ અધુવબંધી છે. તે હવે સમજાવે છે
તશબ્દથી શરીરનામકર્મની પાંચે પ્રકૃતિઓ જો કે લેવી જોઇએ, પરંતુ તૈજસ અને કાર્મણશરીર નામકર્મ ધ્રુવબંધી તરીકે પૂર્વે કહેલાં હોવાથી તે બે વિના બાકીનાં ઔદારિક, વૈક્રિય અને આહારક શરીર નામકર્મ એમ ત્રણ, અંગોપાંગ નામકર્મ પણ એ જ પ્રમાણે ત્રણ, સમચતુરસ નામકર્માદિ છે, વજૂઋષભ નામકર્માદિ છે, એકેન્દ્રિય જાતિનામકર્માદિ પાંચ, નરકગતિ નામકર્માદિ ચાર, શુભ-અશુભ વિહાયોગતિ યુગલ, મૂળગાથામાં “પૂર્વી” શબ્દ હોવા છતાં પદના એકદેશમાં પદના સમુદાયનો ઉપચાર થતો હોવાથી અહીં “આનુપૂર્વી” અર્થ લેવો, તેથી દેવાનુપૂર્વી વગેરે ચાર આનુપૂર્વી નામકર્મ, તીર્થકર નામકર્મ, ઉચ્છવાસનામ, ઉદ્યોતનામ, આતપ નામ, પરાઘાતનામ, ત્રણ વડે ઓળખાતી ૨૦ પ્રકૃતિઓ (ત્રણ દશક અને સ્થાવરદશક). બે ગોત્રકર્મ, બે વેદનીયકર્મ, હાસ્ય, રતિ, અરતિ અને શોક એમ હાસ્યાદિ બે યુગલ, પુરુષવેદાદિ ત્રણવેદ, અને નરકાયુષ્યાદિ ચાર આયુષ્ય એમ કુલ ૭૩ પ્રકૃતિઓ અધુવબંધી છે.
અહીં આહારશરીર નામકર્મ અને આહારક અંગોપાંગ નામકર્મ પ્રમાદ વિનાના ચારિત્રથી તથા જિનનામકર્મ સમ્યકત્વથી બંધાય એમ કર્મસ્તવાદિમાં કહ્યું છે. છતાં પ્રમાદ વિનાનું ચારિત્ર અને સમ્યકત્વ હોવા છતાં આ ત્રણે કર્મો ક્યારેક બંધાય છે. કયારેક બંધાતાં નથી. અર્થાત્ ચારિત્ર અને સમ્યકત્વ હોવા છતાં પણ સર્વેને બંધાતાં નથી. માટે આ ત્રણ કર્મપ્રકૃતિઓ અધુવબંધી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org