________________
પાંચમો કર્મગ્રંથ
બે પ્રકૃતિઓ બંધાય છે. અને જો અપર્યાપ્તા પ્રાયોગ્ય બંધ થતો હોય તો આ બે પ્રકૃતિઓ બંધાતી નથી. માટે પહેલા ગુણઠાણાથી આઠમા ગુણઠાણાના છઠ્ઠાભાગ સુધીમાં પણ અવશ્ય બંધવાળી નથી. તેથી તે બે પ્રકૃતિઓને અધ્રુવબંધી કહેલી છે.
૧૮
આતપ નામકર્મ પહેલા ગુણઠાણે બંધાય છે. માટે તેનો બંધહેતુ મિથ્યાત્વમોહ છે. પરંતુ મિથ્યાત્વમોહ હોવા છતાં પણ સૂર્યના વિમાનમાં રહેલા બાદરપૃથ્વીકાય પ્રાયોગ્ય બંધ જીવ જ્યારે કરતો હોય છે ત્યારે જ આતપ નામકર્મ બંધાય છે. શેષકાલે મિથ્યાત્વમોહ હોવા છતાં પણ તે કર્મ બંધાતું નથી. માટે અવબંધી છે.
ગાથા : ૩-૪
ઉદ્યોત નામકર્મનો બંધ પહેલા—બીજા એમ બે ગુણઠાણા સુધી જ છે. છતાં તે બે ગુણઠાણામાં વર્તતા જીવો પણ શીતળ પ્રકાશયુક્ત શરીરવાળા એવા તિર્યંચપ્રાયોગ્ય બંધ કરતા હોય ત્યારે જ બંધાય છે. અન્યથા બંધાતું નથી. માટે આ ઉદ્યોતનામકર્મ પણ અવબંધી છે. આ પ્રમાણે આહારકદ્ધિક, જિનનામકર્મ, પરાઘાત, ઉચ્છ્વાસ, આતપ અને ઉદ્યોતનામકર્મ એમ સાત કર્મ પ્રકૃતિઓનું અધ્રુવબંધિત્વ સમજાવ્યું.
બાકીની ૬૬ કર્મપ્રકૃતિઓ પરસ્પર પ્રતિપક્ષી છે. એટલે જ્યારે કોઇપણ પ્રતિપક્ષી એવી એક પ્રકૃતિ બંધાતી હોય ત્યારે શેષ પ્રતિપક્ષી પ્રકૃતિઓ પોતાનો બંધહેતુ હોવા છતાં પણ બંધાતી નથી. જેમકેદેવગતિ પ્રાયોગ્ય બંધ આ જીવ કરતો હોય ત્યારે મિથ્યાત્વ ગુણસ્થાનક હોય તો પણ નરકાદિ ત્રણ ગતિઓ, એકેન્દ્રિયાદિ ચાર જાતિઓ, ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ નામકર્મ, ન્યગ્રોધાદિ પાંચ સંસ્થાન, વગેરે કર્મપ્રકૃતિઓ તે જીવ બાંધતો નથી. એવી જ રીતે નરકપ્રાયોગ્ય બંધ કરતો હોય ત્યારે દેવગતિ, તિર્યંચગતિ આદિ કેટલીક પ્રતિપક્ષી પ્રકૃતિઓ બંધાતી નથી. આ પ્રમાણે પરસ્પર પ્રતિપક્ષિતા (વિરોધિતા)ના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org