________________
ગાથા : ૯૯-૧૦૦
પાંચમો કર્મગ્રંથ
૪૫૩
મોહનીયના ચરમસ્થિતિખંડનો ક્ષય કરતી વખતે આ ક્ષેપક કૃતકરણ કહેવાય છે. સમ્યક્ત મોહનીયનો સંપૂર્ણ ક્ષય થયા પછી આ જીવ ક્ષાયિકસમ્યક્તી કહેવાય છે. અને અપતિતપરિણામવાળો આ જીવ નિયમા તુરત જ ક્ષપકશ્રેણી પ્રારંભે છે.
પ્રશ્ન - ક્ષાયિક સમ્યક્ત પ્રાપ્ત કરતાં જો સમ્યક્ત મોહનીયનો ક્ષય થતો હોય તો હવે આ જીવને સમ્યગ્દષ્ટિપણે કેવી રીતે કહેવાય ? જેમ મિથ્યાત્વ મોહનીયના ક્ષયથી તે જીવને મિથ્યાત્વી ન કહેવાય, તેમ સમ્યક્ત મોહનીયના ક્ષયવાળા જીવને સમ્યક્તી કેમ કહેવાય ?
ઉત્તર - નિર્મદનીરૂપે (વિકાર વિનાનાં) કરાયેલાં અને જેમાંથી મિથ્યાત્વભાવ દૂર કરાયો છે એવાં સમ્યક્ત મોહનીયનાં પુદ્ગલો જ માત્ર ક્ષય કરાયાં છે. તેનો ક્ષય થવા છતાં વીતરાગકથિત તત્ત્વો ઉપરની શ્રદ્ધારૂપ શુદ્ધાત્મપરિણામ સ્વરૂપ સમ્યક્ત ગુણ હણાતો નથી. તે ગુણ તો વધારે નિર્મળ થાય છે. જેમ અશ્વપટલ (વાદળોનો સમૂહ) દૂર થયે છતે ચક્ષુથી જોવાની શક્તિ નાશ પામતી નથી. પરંતુ વધારે વિશુદ્ધતર થાય છે. તેમ અહીં સમજવું
ચારિત્ર મોહનીય કર્મની બાકીની ર૧ પ્રકૃતિઓનો ક્ષય કરવા માટે ક્ષાયિક પામ્યા પછી સાતમે ગુણઠાણે આવેલો જીવ ત્રણ કરણ કરે છે. યથાપ્રવૃત્તકરણ સાતમે, અપૂર્વકરણ આઠમે અને અનિવૃત્તિકરણ નવમે ગુણઠાણે કરે છે. આ ત્રણ કરણોનું સ્વરૂપ પૂર્વની જેમ સમજવું. અપૂર્વકરણમાં અબધ્યમાન અશુભ પ્રકૃતિઓનો ગુણસંક્રમ થાય છે. તથા અનિવૃત્તિકરણમાં થિણદ્વિત્રિક, નામકર્મની ૧૩, અપ્રત્યાખ્યાનીય-પ્રત્યાખ્યાનાવરણ કષાય ૮, નવ નોકષાય અને સંજવલનત્રિક એમ ૩૬ પ્રકૃતિઓનો ઉદ્દલના સંક્રમ પણ થાય છે. (જુઓ કર્મપ્રકૃતિ સંક્રમણકરણ ગાથા ૬૭). આ ત્રણે કરણો કરતાં પહેલાં દેવ-નરક અને તિર્યંચનું એમ ત્રણ આયુષ્યનો ક્ષય કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org