________________
૪૫૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧00
પ્રશ્ન - આ જીવ ક્ષપકશ્રેણી માંડનાર છે. નિયમા મોક્ષે જનાર છે. અબધ્ધાયુષ્ક છે. તેની પાસે પોતાના ચાલુ ભવનું એક મનુષ્યાયુષ્ય જ માત્ર છે. શેષ ત્રણ આયુષ્ય સત્તામાં જ નથી. તો અહીં સત્તામાંથી ક્ષય કરવાનું વિધાન કેમ કરો છો ?
ઉત્તર - તમારી વાત સાચી છે. પારમાર્થિકપણે તો આ ત્રણમાંથી એક પણ આયુષ્યની સત્તા નથી. તીર્થંકર પરમાત્મા થનારા જીવો દેવનરકમાંથી અને સામાન્ય કેવલી થનારા જીવો દેવ-નરક અને મનુષ્ય તિર્યંચભવમાંથી નીકળીને જ્યારે અન્તિમ એવા મનુષ્યભવમાં આવે છે. ત્યારે તે તે ભવના અંતે જ તે તે આયુષ્યની સત્તા નાશ પામી ચૂકી હોય છે. મનુષ્યભવમાં આવ્યા પછી આ ત્રણ આયુષ્યમાંથી કોઇપણ આયુષ્ય બાંધ્યું પણ નથી અને બાંધવાના પણ નથી. એટલે સત્તા થવાની પણ નથી. તેથી તે ત્રણ આયુષ્યની સત્તાનો નાશ કરવાની વાત જ રહેતી નથી પરંતુ પરભવના આયુષ્યને બાંધવાની જે સંભાવના હતી. તે સંભાવનાનો પણ નાશ કરે છે. એમ સંભાવનાથી વિવક્ષા કરાતી જે સત્તા કે જેને શાસ્ત્રોમાં સંભવસત્તા કહેવાય છે. તેમાંથી (સંભવસત્તાથી) આ ત્રણ આયુષ્યની સત્તાનો નાશ કરે છે. એવો અર્થ અહીં કરવો.
યથાપ્રવૃત્તકરણ કરીને અપૂર્વકરણ ગુણસ્થાનકે ગયો છતો તે જીવ અપૂર્વકરણ કરે છે. ત્યાં સ્થિતિઘાતાદિ કાર્યો પૂર્વની જેમ પ્રવર્તે છે. તે ગુણસ્થાનકનો સાતીયો એક ભાગ ગયે છતે નિદ્રા-પ્રચલાનો, બીજા પાંચ ભાગ ગયે છતે દેવગતિના બંધ પ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિનો, અને છેલ્લા સાતીયો ભાગ ગયે છતે હાસ્ય રતિ ભય જુગુપ્સાનો બંધવિચ્છેદ થાય છે તથા તે ચરમસમયે હાસ્યાદિષકનો ઉદયવિચ્છેદ થાય છે. સર્વકર્મોની દેશોપશમના નિદ્ધતિ અને નિકાચના વિરામ પામે છે. પ્રારંભમાં અંતઃકોડાકોડી સાગરોપમની જે સ્થિતિસત્તા હતી તે સ્થિતિઘાતાદિ વડે હણાતી હણાતી અંત્યસમયે સંખ્યાતગુણ હીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org