________________
૪પર
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૯-૧૦૦
નહીં. પરંતુ સત્તામાંથી પણ ૧૪૮ પ્રકૃતિઓનો સર્વથા ક્ષય જે શ્રેણીમાં થાય તે ક્ષપકશ્રેણી કહેવાય છે. આ ક્ષપકશ્રેણી દ્વારા જીવ સર્વથા કર્મરહિત શુદ્ધ, બુદ્ધ, નિરંજન, નિરાકાર પરમાત્મા બને છે.
સાયિક સમ્યક્ત પામ્યા પૂર્વે જો પરભવનું આયુષ્ય બાંધેલું હોય તો ક્ષાયિક સમ્યક્ત પામ્યા પછી ક્ષપકશ્રેણી પ્રારંભતો નથી. અને જો પ્રાપ્ત કરાતા ક્ષાયિકના પૂર્વકાલમાં આયુષ્ય બાંધેલું ન હોય અને મોક્ષમાર્ગ જો ચાલુ હોય તો ક્ષાયિક પામ્યા પછી અવશ્ય ચારિત્રમોહનીયના ક્ષય માટે (ક્ષપકશ્રેણી માંડવા સારૂં) ઉદ્યમ કરે છે. જે જીવો બદ્ધાયું હોવાથી માત્ર ક્ષાયિક સમ્યક્ત જ પામવાના છે. પરંતુ ક્ષપકશ્રેણી માંડવાના નથી. તેવા ક્ષાયિકસમ્યક્તની પ્રાપ્તિનો ક્રમ ઉપશમશ્રેણીના પ્રકરણમાં જ પૂર્વે સમજાવ્યો છે. એટલે જે જીવો ક્ષાયિક પામીને નિયમો (અબદ્ધાયુ હોવાથી) ક્ષપકશ્રેણી જ માંડવાના છે. અને નિયમો માંડવાના જ છે. તેવા જીવોને આશ્રયી ક્ષપકશ્રેણીની વિધિ લખાય છે.
ક્ષપકશ્રેણી જે જીવો નિયમાં કરવાના જ છે. એવા જીવો ક્ષપકશ્રેણીના આધારભૂત ક્ષાયિકસમ્યક્ત પામતાં પૂર્વે ક્ષાયોપથમિક સમ્યક્તવાળા જ હોય છે. આઠ વર્ષથી અધિક વયવાળા, અવિરત સમ્યગ્દષ્ટિથી અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના ગુણસ્થાનકોમાંથી કોઇપણ એક ગુણસ્થાનકમાં વર્તતા, પ્રથમસંઘયણવાળા, વિશુદ્ધ પરિણામવાળા, જો પૂર્વધર અને અપ્રમત્તમુનિ હોય તો શુક્લધ્યાનયુક્ત અને શેષ જીવો હોય તો ધર્મધ્યાનયુક્ત એવા આ જીવો પ્રથમ ચાર અનંતાનુબંધીનો ક્ષય કરે છે. અનંતાનુબંધીનો એક અનંતમો ભાગ બાકી રહે ત્યારે, તેને મિથ્યાત્વમોહનીયમાં નાંખીને મિથ્યાત્વની સાથે જ ખપાવે છે. એવી જ રીતે મિથ્યાત્વના અંશને મિશ્રમાં નાખવા વડે મિશ્રના ક્ષયની સાથે મિથ્યાત્વને ખપાવે છે. અને મિશ્રના અંશને સમ્યત્વમોહનીયમાં નાખવા વડે સમ્યક્ત મોહનીયના ક્ષયની સાથે ખપાવે છે. સમ્યક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org