________________
પાંચમો કર્મગ્રંથ
આ પ્રમાણે અંતિમકિટ્ટીઓની ઉપશાન્તતાની સાથે જ દશમું ગુણસ્થાનક, સૂક્ષ્મલોભનો ઉદય, જ્ઞાનાવરણીયાદિ ૧૬ પ્રકૃતિઓનો બંધ વિચ્છેદ કરીને આ જીવ ઉપશાન્તમોહ થાય છે. ત્યાં જઘન્યથી ૧ સમય માત્ર રહીને આયુષ્ય સમાપ્ત થઇ જવાથી મૃત્યુ પણ કોઇક જીવ પામી શકે છે અને પતન પામે છે. તેને ભવક્ષયતિપાત કહેવાય છે.
ગાથા : ૯૮
આ જીવ વિજ્યાદિ પાંચ અનુત્તરમાં જાય છે. અને કેટલાક આચાર્યોના મતે વૈમાનિક દેવ થાય છે. જે જીવનું આયુષ્ય અગિયારમે સમાપ્ત થતું નથી. તે જીવ ત્યાં અંતર્મુહૂર્ત માત્ર રહીને જેમ ચઢ્યો હતો તેમ નિયમા પડે છે. આ પતનને અદ્ધાક્ષયપ્રતિપાત કહેવાય છે. પતન પામતો આ જીવ પ્રમત્તસંયમ સુધી તો પડે જ છે. કોઇક જીવ ત્યાં અટકી પણ જાય છે. અને કોઇ જીવ નીચેનાં બે ગુણસ્થાનકોમાં (પમે તથા ૪થે) આવીને સાસ્વાદને પણ જાય છે. ત્યાંથી મિથ્યાત્વે જાય છે. ઉપશમશ્રેણીથી ઉપર મુજબ બે પ્રકારનું પતન થાય છે. ભવક્ષયે પડનારને અગિયારમેથી સીધેસીધુ ચોથું ગુણસ્થાનક આવે છે પરંતુ ચોથે ગુણસ્થાનકે આવવા છતાં ઉપશમ સમ્યક્ત્વ જ રહે છે અથવા ક્ષયોપશમ સમ્યક્ત્વવાળો આ જીવ થઇ જાય છે. આ બાબતમાં બે મતો છે. ક્ષાયિકસમ્યગ્દષ્ટિ જો ઉપશમશ્રેણીમાંથી મૃત્યુ પામી અનુત્તરમાં જાય તો તે નિયમા ક્ષાયિક જ રહે છે.
૪૪૯
૧. આ ઉપશમશ્રેણી પ્રથમના ત્રણ સંઘયણવાળા જીવો પ્રારંભે છે. જો મૃત્યુ પામે તો અનુત્તરમાં જ જાય અથવા વૈમાનિકમાં જાય એવા બે મતો પ્રવર્તે છે. જે આચાર્યો એમ માને છે કે ઉપશમ શ્રેણીમાં મૃત્યુ પામે તે અનુત્તરમાં જ જાય તેઓની દૃષ્ટિએ પ્રથમસંઘયણ વાળાએ જો ઉપશમશ્રેણી માંડી હોય તો મૃત્યુનો સંભવ છે. અન્ય બે સંઘષણવાળા શ્રેણી માંડે છે પરંતુ શ્રેણીમાં મૃત્યુ પામતા નથી. અને જેઓનો એવો મત છે કે ઉપશમશ્રેણીમાં મૃત્યુ પામે તે વૈમાનિકમાં જાય, તેઓના મતે ત્રણે સંઘયણવાળા શ્રેણી માંડીને મૃત્યુ પામી શકે અને વૈમાનિકમાં જઇ શકે. તત્ત્વ શ્રી કેવલીપ્રભુ જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org