________________
४४८
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૮
ઉત્તર - આ કષાયોનો ઉદય અવશ્ય અટકેલો છે. તેથી ઉદય નથી પરંતુ ઉપશમ પણ થયેલો નથી. ક્ષયોપશમ થયેલો છે. જેથી ઉપશમ હવે શ્રેણીકાલે કરાય છે.
પ્રશ્ન - ક્ષયોપશમમાં અને ઉપશમમાં તફાવત શું ?
ઉત્તર - ક્ષયોપશમમાં રસોદય હોતો નથી. પરંતુ પ્રદેશોદય હોય છે. એટલે કે અનંતાનુબંધી કષાયનાં દલિતો અનંતાનુબંધી રૂપે ઉદયમાં આવતાં નથી. પરંતુ શેષ ઉદિત કષાયોમાં સંક્રમાવીને તે તે કષાયરૂપે અવશ્ય ઉદયમાં આવે છે. એવી જ રીતે સંયમ આવે ત્યારે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાન કષાય પોતાના રૂપે ઉદયમાં આવતા નથી પરંતુ સંજ્વલનમાં ભળીને ઉદયમાં આવે છે આવા પ્રકારનો પ્રદેશોદય ક્ષયોપશમકાળે હોય છે. તે પ્રદેશોદય પણ અટકાવવા માટે ઉપશમ કરવાનો છે. આ કારણે ઉપશમ કરવાથી તે પ્રદેશોદય પણ અટકી જાય છે. આ પ્રકૃતિઓના ક્ષયોપશમમાં વિપાકોદય ન હોય પરંતુ પ્રદેશોદય હોય છે. જ્યારે ઉપશમમાં વિપાકોદય અને પ્રદેશોદય એમ બન્ને ઉદય હોતા નથી.
પ્રશ્ન - અનંતાનુબંધી કષાયનો વિપાકોદય જેમ સમ્યક્તનો ઘાતક છે. અને શેષ બે કષાયોનો વિપાકોદય જેમ દેશ-સર્વ સંયમનો ઘાતક છે. તેવી જ રીતે આ ત્રણે કષાયોનો પ્રદેશોદય પણ પોતપોતાના ગુણોનો ઘાતક બનવો જોઇએ. તેથી પ્રદેશોદય હોતે છતે પણ ગુણો કેમ આવે? સમ્યક્ત અને સંયમ આવે ત્યારે પ્રદેશોદય પણ (ગ્રણઘાતક હોવાથી) કેમ હોઈ શકે ? કે જેને અટકાવવા ઉપશમ કરવો પડે ?
ઉત્તર - પ્રશર્મો નન્દાનુભાવવત્ = આ પ્રદેશોદય અત્યન્ત ઘણા મંદ પ્રભાવવાળો છે. જ્ઞાનાવરણીયાદિના પ્રસંગમાં સંપૂર્ણ ચારજ્ઞાન વાળા મહાત્માને જ્ઞાનાવરણીયકર્મનો વિપાકોદય પણ સર્વથા ગુણોનો ઘાત કરનારો બનતો નથી. તો આ તો પ્રદેશોદય માત્ર છે કે જે અત્યન્ત મંદોદય છે તેથી ગુણઘાતક થતો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org