SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ આ ઉપશમશ્રેણી એકભવમાં વધુમાં વધુ બે વાર પ્રાપ્ત થાય છે. અને સંસારચક્રમાં એક જીવને ઉત્કૃષ્ટથી ચાર વાર પ્રાપ્ત થાય છે. જે જીવ એકભવમાં બે વાર ઉપશમશ્રેણી કરે છે. તે જીવ તે જ ભવમાં ક્ષપકશ્રેણી કરી શકતો નથી. પરંતુ જે જીવ એક વાર માત્ર ઉપશમ શ્રેણી કરે છે તે જીવ તે ભવમાં ક્ષપક શ્રેણી પણ કરી શકે છે. એમ કર્મગ્રંથકારનો મત છે. જ્યારે સિદ્ધાન્તકારના મતે જે ભવમાં એકવાર પણ ઉપશમશ્રેણી કરી હોય તે જીવ તે ભવમાં ક્ષપકશ્રેણી કરી શકતો નથી. કલ્પાધ્યયનમાં કહ્યું છે કે एवं अप्परिवडिए सम्मत्ते, देव मणुय जम्मेसु । अन्नयरसेढिवज्जं, एगभवेणं च सव्वाइं ॥ १ ૪૫૦ ગાથા : ૯૯-૧૦૦ અન્ય ગ્રંથમાં પણ કહ્યું છે કે मोहोपशम एकस्मिन् भवे द्विः स्यादसंततः ॥ यस्मिन् भवे तूपशमः, क्षयो मोहस्य तत्र न ।। શ્।। 11 આ પ્રમાણે સંક્ષેપમાં ઉપશમશ્રેણીનું સ્વરૂપ કહ્યું છે વિસ્તારાર્થીએ કમ્મપયડી, પંચસંગ્રહ અને છઠ્ઠો કર્મગ્રંથ આદિ ગ્રંથોમાંથી જાણી લેવું. ૫૯૮૫ Jain Education International હવે ક્ષપકશ્રેણીનું સ્વરૂપ કહે છે. अणमिच्छामीससम्मं, तिआउड़गविगलथीणतिगुज्जोयं । तिरिनरयथावरदुगं, साहारायवअडनपुत्थी ॥ ९९॥ छगपुंसंजलणा दो निद्दाविग्धावरणक्खए नाणी । देविंदसूरिलिहियं सयगमिणं आयसरणट्ठा ॥ १०० ॥ (अनमिथ्यामि श्रसम्यक्त्वं त्र्यायुः एकविकलस्त्यानर्द्धित्रिकोद्योतं । तिर्यग्नरकस्थावरद्विकं, साधारणातपाष्टनपुंसकस्त्रीवेदान् ॥ ९९ ॥ (षट्कपुरुषसंज्वलनान्, द्वे निद्रे विघ्नावरणानि (क्षपयित्वा तेषां ) क्षये ज्ञानी, देवेन्द्रसूरिलिखितं शतकमिदमात्मस्मरणार्थम् ॥ १०० ॥ ) For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy