________________
૪૩૪
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૮
એટલે અસત્કલ્પનાએ પ્રથમ સમયમાં ૧OOO, બીજા સમયમાં ૧૭૦૫, ત્રીજા સમયમાં ૧૦૧૦ ઇત્યાદિ રૂપે છે. તેમાં બે જીવો આ કરણમાં પ્રવેશ્યા. એક જીવ પ્રતિસમયે જઘન્યવિશુદ્ધિએ આગળ જાય છે અને બીજો જીવ પ્રતિસમયે ઉત્કૃષ્ટવિશુદ્ધિએ આગળ જાય છે. આવા પ્રકારનું ચિત્ર છે. ત્યાં પ્રથમ સમયમાં જઘન્ય અધ્યવસાયમાં વર્તતા જીવની વિશુદ્ધિ સૌથી અલ્પ છે. તેનાથી બીજા સમયમાં વર્તતા તે જ જીવની જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ અધિક, તેનાથી તે જ જીવની ત્રીજા સમયમાં વર્તતાં જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ અધિક, એમ ચોથા-પાંચમા આદિ સમયોમાં જઘન્યવિશુદ્ધિ અનંતગુણ અધિક ત્યાં સુધી કહેવી કે યથાપ્રવૃત્તકરણનો સંખ્યાતમો ભાગ (અસત્કલ્પનાએ ૧ થી ૨૦ સમય સુધીનો) જાય, ત્યારબાદ (૨૦મા સમયની જઘન્ય વિશુદ્ધિ કરતાં) પ્રથમ સમયમાં ઉત્કૃષ્ટ વિશુદ્ધિએ ચડેલા બીજા જીવની ઉ. વિશુદ્ધિ અનંતગુણ અધિક, તેના કરતાં સંખ્યામા ભાગ પછીના પ્રથમ સમયની (૨૧માં સમયની) જઘન્યવિશુદ્ધિ અનંતગુણ અધિક, તેના કરતાં બીજા સમયની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક, તેના કરતાં સંખ્યાતમા ભાગ પછીના બીજા સમયની (૨૨ મા સમયની) જઘન્ય વિશુદ્ધિ અનંતગુણ-અધિક, એમ એક જઘન્યસ્થાનની અને એક ઉત્કૃષ્ટ સ્થાનની વિશુદ્ધિ અનંતગુણ અધિક-અનંતગુણ અધિક ત્યાં સુધી કહેવી કે યાવત્ ચરમસમયની (૧૦૦ માં સમયની) જઘન્ય વિશુદ્ધિ આવે, ત્યારબાદ એક સંખ્યાતમાભાગ જેટલા સ્થાનોમાં (૮૧ થી ૧૦૦માં) ઉત્કૃષ્ટવિશુદ્ધિ ક્રમસર અનંતગુણ અધિક કહેવી. તથા ત્રણ કરણી શરૂ કરતાં પહેલાં તેજોલેશ્યાદિ શુભ લેશ્યામાં વર્તવું ઇત્યાદિ જે છ પ્રકારની વિશેષતા પ્રથમ કહી હતી તે વિશેષતા અહીં પણ ચાલુ જ રહે છે. આ પ્રમાણે જીવ યથાપ્રવૃત્તકરણ કરીને અપૂર્વકરણ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org