________________
પાંચમો કર્મગ્રંથ
(૪) પરાવર્તમાન જે શુભ અને અશુભ બન્ને પ્રકૃતિઓ વારાફરતી બાંધી શકાય તેમ હોય, તેમાંથી નિયમા શુભ જ બાંધે છે. (૫) તથા અશુભ પ્રકૃતિઓનો સત્તામાં રહેલો અનુભાગ જે ચાર ઠાણીયો હોય, તેને બે ઠાણીયો કરે છે અને શુભપ્રકૃતિઓનો જે બે ઠાણીયો અનુભાગ છે તેને ચાર ઠાણીયો કરે છે.
ગાથા : ૯૮
(૬) કોઇપણ શરૂ કરેલો સ્થિતિબંધ સમાપ્ત થયે છતે નવો નવો શરૂ થતો સ્થિતિબંધ અવશ્ય પલ્યોપમના અસંખ્યાતમા ભાગે હીન હીન જ કરે છે.
૪૩૩
આ પ્રમાણે કરણકાલની પૂર્વે એક અંતર્મુહૂર્ત સુધી ઉપરોક્ત અવસ્થાવાળી શુદ્ધદશામાં વર્તીને યથાપ્રવૃત્તાદિ ત્રણ કણ કરે છે. તેમાં યથાપ્રવૃત્તકરણમાં પ્રવેશ પામતો આ જીવ પ્રતિસમયે અનંતગુણવિશુદ્ધિ વડે આગળ વધે છે. તથા તેવા પ્રકારની વિશુદ્ધિ હજુ આવી ન હોવાથી સ્થિતિઘાતાદિ કાર્યો અહીં કરતો નથી. પરંતુ અપૂર્વકરણથી કરશે.
આ યથાપ્રવૃત્તકરણમાં ભૂતકાળમાં જે જે જીવો આવ્યા, ભવિષ્યમાં આવશે. અને વર્તમાનમાં છે. તે સર્વે જીવોને આશ્રયીને જીવો અનંત હોવા છતાં પણ બહુ જીવોના સમાન અધ્યવસાય પણ હોવાથી અસંખ્ય લોકાકાશ પ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો હોય છે. અને તે પણ પ્રતિસમયે વિશેષાધિક વિશેષાધિક છે. તથા તે અસંખ્ય અધ્યવસાય સ્થાનો માંહોમાંહે છ જાતની વિશુદ્ધિની હાનિ-વૃદ્ધિવાળાં અર્થાત્ ષસ્થાનપતિત છે. યથાપ્રવૃતકરણના અંતર્મુહૂર્ત કાળમાં પ્રત્યેક સમયોમાં અસંખ્ય લોકાકાશપ્રદેશ પ્રમાણ અને ષડ્થાનથી યુક્ત એવાં જે અધ્યવસાય સ્થાનો છે. તેમાં જઘન્ય વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કેવી હોય છે ? તે સમજાવે છે.
ધારો કે યથાપ્રવૃત્તકરણ અંતર્મુહૂર્તના કાળનું એટલે અસત્કલ્પનાએ ૧૦૦ સમયનું છે. દરેક સમયોમાં અસંખ્યલોકાકાશપ્રદેશ પ્રમાણ અને પૂર્વ પૂર્વ સમય કરતાં વિશેષાધિક વિશેષાધિક અધ્યવસાય સ્થાનો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org