________________
ગાથા : ૯૮
પાંચમો કર્મગ્રંથ
૪૩પ
અપૂર્વકરણ પણ અંતર્મુહૂર્તકાળનું (અસત્કલ્પનાએ ૧૦૦ સમયનું) હોય છે. પ્રત્યેક સમયોમાં વિશેષાધિક વિશેષાધિક અસંખ્યલોકાકાશ પ્રદેશપ્રમાણ અધ્યવસાય સ્થાનો તથા તે પસ્થાનપતિત હોય છે તથા અપૂર્વકરણના પ્રથમસમયની જઘન્યવિશુદ્ધિ યથાપ્રવૃત્તકરણના ચરમ સમય કરતાં અનંતગુણ અધિક હોવા છતાં પણ અપૂર્વકરણના શેષ સમયો કરતાં અતિશય અલ્પ હોય છે. તેના કરતાં પ્રથમ સમયની જ ઉત્કૃષ્ટવિશુદ્ધિ અનંતગુણ અધિક છે. તેના કરતાં પણ બીજા સમયની જઘન્યવિશુદ્ધિ, તેનાથી બીજા જ સમયની ઉત્કૃષ્ટવિશુદ્ધિ, તેનાથી ત્રીજા સમયની જઘન્યવિશુદ્ધિ એમ ક્રમસર પ્રત્યેક સમયોની જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અનંતગુણ અધિક અધિક જાણવી.
આ અપૂર્વકરણમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ અને અપૂર્વસ્થિતિબંધ પ્રવર્તે છે. તેનું સ્વરૂપ બીજા કર્મગ્રંથમાં ચૌદગુણસ્થાનકના વર્ણન પ્રસંગે પૃષ્ઠ ૪૦ થી જણાવેલું છે. ત્યાંથી જાણી લેવું. ફક્ત અહીં ગુણસંક્રમ કરે છે. એટલું અધિક જાણવું. અનંતાનુબંધી કષાયના સત્તાગત કર્મદલિકમાંથી બંધાતી એવી સંજવલનાદિ પર પ્રકૃતિઓમાં પ્રતિસમયે જે અસંખ્યાતગુણાકારે દલિક સંક્રમાવે તે ગુણસંક્રમ કહેવાય છે. આ પ્રમાણે અપૂર્વકરણ કરીને હવે તે જ ગુણસ્થાનકોમાં વર્તતો ક્ષયોપશમસમ્યગ્દષ્ટિ જીવ ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે.
- અનિવૃત્તિકરણમાં વર્તતા ત્રણે કાળના જીવોનું અધ્યવસાયસ્થાન એક સમયમાં સામાન્યથી સમાન હોય છે. પરંતુ અપૂર્વકરણની જેમ અસંખ્યાત લોકાકાશપ્રદેશ પ્રમાણ અધ્યવસાયસ્થાનો કે ષટ્રસ્થાન પતિતતા હોતી નથી. તેથી એક સમયમાં એક અધ્યવસાય સ્થાન હોય છે. માટે જઘન્ય-ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કહેવાતી નથી. અને જસ્થાન પણ હોતાં નથી. પહેલા સમયથી બીજા સમયે અનંતગણ વિશુદ્ધિ, બીજાથી ત્રીજા સમયે અનંતગુણવિશુદ્ધિ એમ પ્રતિસમયે અનંતગુણ વિશુદ્ધિ હોય છે. અનિવૃત્તિકરણના જેટલા સમય તેટલાં અધ્યવસાયસ્થાનો આ કરણમાં હોય છે અહીં પણ પ્રથમસમયથી જ સ્થિતિઘાતાદિ પાંચે કાર્યો પ્રવર્તે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org