________________
૪૩૦
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૭
(૧) ઉપરા ઉપર સાતબિન્દુઓ તે સોય જેવી ઉભી સૂચિશ્રેણી છે. (૨) લાઇનસર ગોઠવાયેલાં સાત બિન્દુઓ એ તિર્જી સૂચિ શ્રેણી છે. (૩) લંબાઈ અને પહોળાઇમાં સરખાં (સાત-સાત) પરંતુ ઉંચાઇમાં માત્ર
એક જ પ્રદેશ તે પ્રતર છે. (૪) જે ૪૯ બિન્દુઓનું પ્રતર ત્રીજા ચિત્રમાં દોરેલું છે. તેના ઉપર
૪૯ બિન્દુઓનું બીજુ પ્રતર મૂકીએ, પછી ૪૯ બિન્દુઓનું ત્રીજું પ્રતર મૂકીએ એમ ઉપરાઉપર ૪૯૪૯ બિન્દુઓનાં ૭ પ્રતર ગોઠવીએ અને કુલ ૩૪૩ બિન્દુઓ થાય તે ઘનીકૃતલોક કહેવાય છે. આ પ્રમાણે લ્પના માત્ર કરીને ઘનીકૃતલોક, પ્રતર અને સૂચિશ્રેણી સમજાવી છે. વિશેષ સ્વરૂપ ગુરુગમ પાસેથી મૌખિક રીતે જાણી લેવું.
સાતરાજનો જે ઘન બનાવ્યો, તે કલ્પિત રીતિએ ૭૮૭૪૭= ૩૪૩ રાજ (૩૪૩ બિન્દુઓ) પ્રમાણ બન્યો. પરંતુ આ ચારે ખૂણેથી સરખો હોવાથી શાન્તિસ્નાત્રની પીઠિકા સમાન છે. માટે તેના એક એક રાજના જે ૩૪૩ ખંડુક થાય છે તે “સમચતુરસ્ત્ર ખંડુક” કહેવાય છે. અને આ રીતે કરેલા લોકને સમચતુરઢ ઘનીકૃત લોક કહેવાય છે. હવે તેનો જો વૃત્ત (ગોળ) ઘનીકૃત લોક કરવો હોય તો એવી રીત છે કે સમચતુરસ ઘનીકૃત વસ્તુના જેટલા ખંડૂક થતા હોય તેને ૧૯ વડે ગુણીને ૨૨ વડે ભાંગવાથી જે આંક આવે તેટલા ખંડૂકની વૃત્ત ઘનીકૃત વસ્તુ બને છે. આ રીત પ્રમાણે અહીં સમચતુરસ ઘનીકૃત લોકના જે ૩૪૩ ખંડૂક છે. તેને ૧૯ વડે ગુણવાથી ૬૫૧૭ ખંડુક થાય. તેને ૨૨ વડે ભાગવાથી ૨૯૬ ખંડુકથી કંઇક અધિક અને ૨૯૭ ખંડુકમાં કંઈક ન્યૂન થાય છે. તેથી વ્યાવહારિક રીતિએ ર૯૭ ખંડુક પ્રમાણ વૃત્ત ઘનીકૃત લોક કહેવાય છે. પ૯૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org