________________
પાંચમો કર્મગ્રંથ
આ પ્રમાણે પ્રથમ ગાથામાં કહેલાં ૨૪ દ્વારોનું વર્ણન સમાપ્ત કરીને ચ શબ્દથી સૂચવેલી ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું સ્વરૂપ હવે સમજાવે છે.
ગાથા : ૯૮
अणदंसनपुसित्थी, वेयछक्कं च पुरिसवेयं च । दो दो एगन्तरिए, सरिसे सरिसं उवसमेइ ॥ ९८ ॥ (अनदर्शननपुंसकस्त्री - वेदषट्कं च पुरुषवेदं च द्वौ द्वौ एकान्तरितौ सदृशौ सदृशमुपशमयति ॥ ९८ ॥ )
-
શબ્દાર્થ - ગળતંત=અનંતાનુબંધી, દર્શનમોહનીય, નવુંસિત્થીવેય = નપુંસકવેદ અને સ્ત્રીવેદ, છા ચ પુસિવેયં અહાસ્યાદિષટ્ક અને પુરુષવેદ, ઢો વો પાન્તરિ સરિત્તે સિં= એક એક કષાયના આંતરામાં, સરખે સરખા બે બે કષાયોને, વસમŞ–જીવ ઉપશમાવે છે. ૫૯૮૫
૪૩૧
ગાથાર્થ - અનંતાનુબંધી ચાર, દર્શનમોહનીયત્રિક, નપુંસકવેદ, સ્ત્રીવેદ, હાસ્યાદિ ષટ્ક, પરુષવેદ તથા એક એક કષાયના આંતરામાં સરખે સરખા બે બે કષાયોને ઉપશમાવે છે. ! ૯૮ ।
વિવેચન અનાદિ મિથ્યાત્વી જીવ જે ત્રણ કરણો કરીને ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તે ઉપશમશ્રેણીને યોગ્ય વિશુદ્ધિવાળું ન હોવાથી તે ઉપશમસમ્યક્ત્વથી ઉપશમશ્રેણી પ્રારંભાતી નથી. ત્રણ કરણો કરવાવાળો અને તે દ્વારા ઉપશમ સમ્યક્ત્વ પામનારો તે જીવ પ્રાથમિક ઉપશમ સમ્યક્ત્વ પામવાની પ્રક્રિયા કરતી વખતે મિથ્યાત્વાવસ્થાવાળો હોય છે. તે ઉપશમ સમ્યક્ત્વને અશ્રેણીગત ઉપશમ અથવા પ્રથમ ઉપશમ કહેવાય છે. તેનું સ્વરૂપ બીજા કર્મગ્રંથની બીજી ગાથાના વિવેચનમાં આપેલું છે. ત્યાંથી જાણી લેવું.
-
Jain Education International
ઉપશમ શ્રેણીનો પ્રારંભક જીવ નિયમા ક્ષાયોપમિક સમ્યક્ત્વવાળો જ હોય છે. કેટલાક આચાર્યોના મતે (કર્મપ્રકૃતિકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org