SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચમો કર્મગ્રંથ ભાગ થાય છે. તેને પ્રતર કહેવાય છે. આ પ્રતરમાં લંબાઈ, પહોળાઇ સાત-સાત રાજ હોય છે. પરંતુ ઉંચાઇ એક જ આકાશપ્રદેશની હોય છે. અથવા લંબાઇ અને ઉંચાઇ સાત સાત રાજ હોય છે. પરંતુ પહોળાઇ એક જ આકાશપ્રદેશની હોય છે. અથવા પહોળાઇ અને ઉંચાઇ સાત સાત રાજની હોય છે. પરંતુ લંબાઇ એક જ આકાશપ્રદેશની હોય છે. આ પ્રમાણે લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇ આ ત્રણમાંથી બે બાજુ જેની સાતરાજ છે અને એક બાજુમાં એક પ્રદેશ પ્રમાણ છે. તે પ્રતર કહેવાય છે. ગાથા : ૯૭ લંબાઇ અને પહોળાઇમાં ફક્ત એક જ આકાશપ્રદેશ હોય અને ઉંચાઇમાં જે સાત રાજ હોય તે સોય જેવા આકારવાળી આકાશપ્રદેશોની પંક્તિને સૂચિશ્રેણી કહેવાય છે. એવી જ રીતે લંબાઇ જ માત્ર સાતરાજ હોય તો અથવા પહોળાઇ જ માત્ર સાત રાજ હોય તો તે પણ સૂચિશ્રેણી કહેવાય છે. અર્થાત્ એક બાજુ માત્ર સાત રાજ હોય બાકીની બે બાજુ એક જ આકાશપ્રદેશની પંક્તિ હોય તે સૂચિશ્રેણી કહેવાય છે. સાત રાજના બુદ્ધિથી સાતબિંદુ કલ્પીએ અને જે બાજુ સાત બિન્દુ ન લખ્યા હોય તે બાજુ એક આકાશપ્રદેશ જ છે એમ સમજીએ તો સૂચિશ્રેણી અને પ્રતરનું કલ્પિત ચિત્ર આ પ્રમાણે ઉર્વાધઃ સૂચિશ્રેણી ૨૦ ૦ ૦ ૦ ૦ ૦ Jain Education International તિર્કી સૂચિશ્રેણી For Private & Personal Use Only પ્રતર ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૪૨૯ છ ૦ www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy