________________
પાંચમો કર્મગ્રંથ
ઘનીકૃત લોક સમજાવવા માટે ઉપર કુલ ચાર ચિત્રો દોરવામાં આવ્યાં છે. તેમાં સૌથી પ્રથમ ચિત્રમાં ચૌદરાજ ઉંચો લોક દોર્યો છે. તે લોક સાતમી નાકી પાસે ૭ રાજ પહોળો છે જેની બરાબર મધ્યમાં ૧ રાજ પહોળી ત્રસનાડી છે. અધોલોકવાળો જે ૭ રાજ છે. તેમાં ૧ રાજની ત્રસનાડી વચ્ચે આવવાથી બન્ને બાજુ ત્રણ ત્રણ રાજની પહોળાઈ વાળો અને ઉપર ઉપર સાંકડો થતો નીચેનો જે ભાગ છે તેમાં ડાબી બાજુનો ૬ વાળો ભાગ કાપીને ઉલટાવીને જમણી બાજુ જોડીએ તો ચિત્ર નં ૨માં જણાવેલી આકૃતિ થશે.
૪૨૮
હવે સાત રાજ ઉંચો જે ઊર્ધ્વલોકનો ભાગ છે જ્યાં કોણીના સ્થાને બરાબર મધ્યભાગે આ લોક ૫ રાજ પહોળો છે. વચ્ચે ૧ રાજની ત્રસનાડી આવવાથી બન્ને બાજુ ૨-૨ રાજની પહોળાઇ રહે છે. તેમાં પણ ડાબી બાજુના ભાગના બરાબર વચ્ચેથી બે ટુકડા કરવા કે જે વ ન જ થી બતાવ્યા છે તે બન્ને ટુકડાને ત્યાંથી કાપીને જમણી બાજુના ભાગ તરફ ઉલટાવીને જોડીએ તો ચિત્ર નં. ૩માં જણાવેલી આકૃતિ થશે.
ગાથા : ૯૭
ચિત્ર નં. ૨ અને ચિત્ર નં. ૩ની બન્ને આકૃતિઓ ભેગી કરીશું તો ચિત્ર નં. ૪ની આકૃતિ થશે. જે બરાબર સાતરાજ ઉંચાઇ અને સાતરાજ પહોળાઇ તથા સાત રાજ લંબાઇ ધરાવે છે. ચિત્રમાં ફક્ત બે જ બાજુ બતાવી શકાય છે. ત્રીજી બાજુ દર્શાવી શકાતી નથી. પરંતુ મનથી સમજી લેવાની છે. શાન્તિસ્નાત્રની પીઠિકાની જેવી લંબાઇ પહોળાઇ અને ઉંચાઇ ત્રણે જેની સાત સાત રાજ હોય છે ત ઘનલોક કહેવાય છે.
સાત રાજ લંબાઇ, પહોળાઇ અને ઉંચાઇ આ ત્રણે સમાન સાત રાજ હોય ત્યારે ઘનલોક કહેવાય છે. તેમાંથી ગમે તે બે અંશ જેના સાતરાજ હોય અને એક અંશ માત્ર એક આકાશપ્રદેશની પંક્તિપ્રમાણ જ હોય તો સમચોરસ પતરા જેવા આકારવાળો જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org