SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા : ૯૩ પાંચમો કર્મગ્રંથ ૪૦૩ આ ૬૬ પ્રકૃતિઓમાં બે આયુષ્યમાં અષ્ટવિધબંધક અને શેષ ૬૪માં સમવિધબંધક, ઉત્કૃષ્ટયોગી, અને મિથ્યાદષ્ટિ આ ત્રણ વિશેષણો જાણવાં. તથા અલ્પતર પ્રકૃતિની બંધકતા આ પ્રમાણે સમજવી. ૧ તિર્યંચદ્ધિક, એકે. જાતિ, ઔ. શરીર, હૈ. શરીર, કા. શરીર, હુંડક, વર્ણાદિ ચાર, અગુરુલઘુ, ઉપઘાત, નિર્માણ, સ્થાવર, બાદર-સૂક્ષ્મ, અપર્યાપ્ત, સાધારણ, પ્રત્યેક, અસ્થિર, અશુભ, દુર્ભગ, અનાદેય અને અયશ આ ૨૫ પ્રકૃતિઓના ઉ. પ્રદેશબંધના સ્વામી અપર્યાપ્ત એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૩ પ્રકૃતિઓ બાંધતા તિર્યંચ-મનુષ્યો. ર મનુષ્યદ્વિકના અપ. મનુ. પ્રા. ૨૫ બાંધતા, પંચેન્દ્રિયજાતિના અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય ૨૫ બાંધતા, વિકલેન્દ્રિયત્રિકના અપર્યાપ્ત વિકસેન્દ્રિયપ્રાયોગ્યા ૨૫ બાંધતા, ઔદારિકાંગોપાંગ, છેવટું સંઘયણ અને ત્રસનામકર્મ આ ૩ પ્રકૃતિના અપર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય-વિકલેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ બાંધતા તિર્યંચ-મનુષ્યના જીવો સ્વામી જાણવા. ૩ પર્યાપ્ત, પરાઘાત, ઉચ્છવાસ, સ્થિર અને શુભ આ પાંચ પ્રકૃતિના પર્યાપ્તા એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૫ બાંધતા તિર્યચ-મનુષ્ય અને ઇશાનાન્ત દેવના જીવો સ્વામી જાણવા. ૪ આતપ-ઉદ્યોતના ૫. એકે. પ્રા. ૨૬ બાંધતા તિર્યચ-મનુષ્ય અને ઇશાનાન્તદેવના જીવો સ્વામી જાણવા. ૫ નરકદ્ધિક, અશુભવિહાયોગતિ અને દુસ્વર આ ચાર પ્રકૃતિના નરક પ્રાયોગ્ય ૨૮ બાંધતા તિર્યંચ મનુષ્યના જીવો સ્વામી જાણવા. ૬ મધ્યમ ૪ સંઘયણ-સંસ્થાનના પર્યાપ્ત તિર્યંચ-મનુષ્ય પ્રાયોગ્ય ૨૯ પ્રકૃતિ બાંધતા ચારે ગતિના જીવો સ્વામી જાણવા. ૭ થિણદ્વિત્રિક, મિથ્યાત્વ, અનંતાનુબંધી ચાર, સ્ત્રીવેદ, નપુંસકવેદ, અને નીચગોત્ર આમ ૧૧ પ્રકૃતિના મિથ્યાત્વી જીવો સ્વામી જાણવા. ૮ નરકાયુષ્યના તિર્યંચમનુષ્યો અને તિર્યંચાયુષ્યના ચારગતિના જીવો જ્યારે અષ્ટવિધબંધક હોય ત્યારે સ્વામી જાણવા આ પ્રમાણે ૨૧+૯+૫+૨+૪+૮+૧૧+૨=૬૬ના સ્વામી જાણવા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001090
Book TitleKarmagrantha Part 5 Shataka Nama
Original Sutra AuthorDevendrasuri
AuthorDhirajlal D Mehta
PublisherJinshasan Aradhana Trust
Publication Year2003
Total Pages512
LanguageGujarati, Prakrit, Sanskrit
ClassificationBook_Gujarati & Karma
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy