________________
૪૦૨
પાંચમો કર્મગ્રંથ
ગાથા : ૯૨
ઉ.પ્ર.બંધના સ્વામી જાણવા. તે પણ સવિધબંધક અને ઉત્કૃષ્ટયોગમાં વર્તતા મનુષ્યો સ્વામી લેવા. ચોથાથી નીચેના (૧-૨-૩) ગુણસ્થાનકોમાં અને ૨૯મા બંધથી નીચેના (૨૩-૨૫-૨૬-૨૮)ના બંધસ્થાનકોમાં જિનનામનો બંધ જ નથી. તેથી તે જીવો સ્વામી તરીકે લીધા નથી. તથા દેવપ્રાયોગ્ય ૩૧ અને મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ના બંધમાં જોકે જિનનામકર્મ બંધાય છે. પરંતુ ભાગ અધિક પડતા હોવાથી તે જીવો પણ સ્વામી તરીકે લીધા નથી.
આહારદિ = દેવપ્રાયોગ્ય ૩૦ પ્રકૃતિ બાંધતા સાતમા આઠમાં ગુણસ્થાનકવાળા સુયતિ (અપ્રમત્તમુનિ) આહારદ્ધિકના ઉ.પ્ર.બંધના સ્વામી જાણવા. દેવ પ્રાયોગ્ય ૩૧ના બંધમાં પણ આહારદ્ધિક બંધાય છે. પરંતુ ભાગનું બાહુલ્ય છે. અને બાકીનાં નામકર્મનાં બંધસ્થાનકોમાં આહારકનો બંધ જ નથી. એમ વિચારીને અન્યત્ર સ્વામિત્વ જણાવ્યું નથી.
- શેષા પર્યાદિ = બાકીની ૬૬ પ્રકૃતિઓના ઉ.પ્ર. બંધના સ્વામી મિથ્યાદષ્ટિ જીવો જાણવા. સપ્તવિધબંધક અને ઉત્કૃયોગી સમજી લેવા. તથા શક્ય હોય તેટલા અલ્પતર પ્રકૃતિના બંધક સમજવા. અત્યાર સુધી કુલ ૫૪ના સ્વામી પૂર્વે કહ્યા છે. બાકી રહેલી ૬૬માં પહેલે અને બીજે બંધવિચ્છેદ પામતી અનુક્રમે ૧૬+૨૫=૪૧ પ્રકૃતિઓ તો સમ્યગ્દષ્ટિ જીવોને બંધમાં જ આવતી નથી. તેથી મિથ્યાદૃષ્ટિ જીવો સ્વામી કહ્યા છે. બાકી રહેલી (૬૬માંથી બાદ ૪૧=૨૫) પચીસ પ્રકૃતિઓ જો કે સમ્યગ્દષ્ટિ જીવોને અને મિથ્યાષ્ટિ જીવોને એમ બન્નેને બંધાય છે. પરંતુ તે સમ્યગ્દષ્ટિ મનુષ્ય-તિર્યંચાના જીવો દેવપ્રાયોગ્ય ૨૮ થી અને દેવ-નારકીના જીવો મનુષ્યપ્રાયોગ્ય ૨૯ થી ઓછી પ્રકૃતિઓ (૨૩-૨૫-૨૬) બાંધતા જ નથી. અને મિથ્યાષ્ટિ જીવો તો એકેન્દ્રિયપ્રાયોગ્ય ૨૩-૨૫-૨૬ પણ બાંધે છે. તેમાં આ બાકી રહેલી ૨૫ પ્રકૃતિઓ બંધાય છે. ત્યાં ભાગ અલ્પ થતા હોવાથી ઉ.પ્ર. બંધ સંભવે છે. તેથી મિથ્યાદષ્ટિ જીવો સ્વામી કહ્યા છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org