________________
ગાથા : ૯૨
પાંચમો કર્મગ્રંથ
૪૦૧
કહેવાની જે વાત કરી તે પણ ઉચિત નથી કારણ કે બે યુગલો સાથે જો બંધાતાં હોત અને હાસ્યાદિષકના છ ભાગ પડતા હોત તો બેનો અબંધ થવાથી ૪ ભાગ પડે એટલે એક એકના ભાગમાં અધિક દલિક આવે પરંતુ એમ બનતું જ નથી. ચોથે પાંચમે અને છકે જ્યાં અરતિ શોક બંધાય છે ત્યાં પણ હાસ્યરતિ અથવા અરતિશોક એમ બે જ પ્રકૃતિઓ બંધાવાની છે. તેથી આ બેમાંથી ગમે તે એક યુગલની બે પ્રકૃતિ તથા ભય જુગુપ્સા મળી ચાર જ ભાગ પડવાના છે. અને સાતમું આઠમું લઇએ તો પણ હાસ્ય રતિ ભય જુગુપ્સા એમ ચાર નિયત બંધાવાની છે. પણ ભાગ ચાર જ પડવાના છે. ભાગ ઓછા વધારે થવાના નથી. માટે ૭થી ૮ ન કહેતાં ૪થી૮ કહ્યા છે. માટે શાસ્ત્રકારોએ જે કહ્યું છે તે બધુ યુક્તિયુક્ત જ છે. સ્વોપજ્ઞટીકામાં ૯૨મી ગાથામાં સ્પષ્ટ જ લખ્યું છે કે જે યે સભ્યદોષવિરતાપૂર્વઋRUIન્તાનાં મધ્યે तबन्धकास्ते ते उत्कृष्टयोगे वर्तमाना उत्कृष्टप्रदेशबन्धमभिनिवर्तयन्ति મિથ્યાત્વમાં રગત તિ સMષ્ટ | અહીં અવિરતથી અપૂર્વકરણાન્ત એમ સ્પષ્ટ કહ્યું છે. તથા મિથ્યાત્વનો ભાગ અધિક મળે છે. તેથી સમ્યગ્દષ્ટિ લીધાનો ઉલ્લેખ છે. પરંતુ આઠ કષાયોના ભાગનો ઉલ્લેખ નથી. અને ૯૪મી ગાથાની ટીકામાં કષાયોનો ભાગ કષાયોને જ અપાય છે. સમાન જાતિ હોવાથી, આવો સ્પષ્ટ પાઠ છે તેથી આઠ કષાય બંધાય કે ન બંધાય, તેનાથી હાસ્યાદિને કંઈ લાભ થતો નથી.
તથા અરતિ શોક બંધમાં હોય તો પણ પ્રતિપક્ષી હોવાથી ચાર જ ભાગ પડે છે અને ન બંધાય તો પણ હાસ્ય રતિ ભય જુગુપ્સા એમ ચાર નિયત બંધાતી હોવાથી પણ ચાર જ ભાગ પડે છે. તેથી અરતિશોક સાતમે આઠમે ન બંધાવાથી તેનો લાભ હાસ્યાદિને મળશે એ વાત પણ મિથ્યા છે.
તીર્થરનામર્મ = દેવગતિ પ્રાયોગ્ય તીર્થંકર નામકર્મ સહિત નામકર્મની ૨૯ પ્રકૃતિઓ બાંધતા એવા અવિરત સમ્યગ્દષ્ટિથી અપૂર્વકરણના છઠ્ઠાભાગ સુધીના ગુણસ્થાનકોમાં વર્તતા મનુષ્યો જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org