________________
પાંચમો કર્મગ્રંથ
કે જેમ મિથ્યાત્વ ન બંધાવાથી તેનો ભાગ અધિક મળે એટલે મિથ્યાત્વી જીવ છોડી દઇએ છીએ અને સમ્યગ્દષ્ટિ જ લઇએ છીએ તેમ અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાની કષાય પણ ન બંધાવાથી તેનો ભાગ પણ ૬થી૮માં વધારે મળી શકે છે. તેથી ૬થી૮માં સ્વામી કહેવા જોઇએ? તથા હાસ્ય રતિ ભય અને જુગુપ્સા આ ચારના સ્વામી તો સાતમે આઠમે જ કહેવા જોઇએ, કારણ કે અતિ શોકનો બંધ પણ છà ટળી જાય છે એટલે તેનો ભાગ પણ આ ચારને વધારે મળે ?
૪૦૦
ઉત્તર - મિથ્યાત્વમોહનીયનો બંધ અટકે ત્યારે દર્શનમોહનીયની બીજી કોઇ પ્રકૃતિ બંધાતી જ નથી. તેથી તેનો ભાગ પડતો જ નથી. ફક્ત ચારિત્ર મોહનીય જ બંધાય છે. બધું દલિક ચારિત્રમોહનીયમાં જ વહેંચાય છે. તેથી ચારિત્ર મોહનીયકર્મની બંધાતી પ્રકૃતિઓમાં વધારે દલિક આવે છે. માટે મિથ્યાત્વી ન લીધા અને સમ્યક્ત્વી જીવ લીધા તે બરાબર છે. પરંતુ ચોથે પાંચમે ગુણઠાણે જે અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાય બંધાય છે. અને ૬ થી ૮માં તે બંધાતા નથી તેથી તેનો ભાગ હાસ્યાદિષટ્કમાં ૬ થી ૮ ગુણસ્થાનક લેવાથી વધારે આવશે. આ વાત બરાબર નથી. કારણ કે ત્યાં સંજ્વલન કષાય બંધાય છે. એટલે ન બંધાતા આઠ કષાયનું દલિક બંધાતા સંજ્વલનમાં જ સમાનજાતીય હોવાથી જાય છે. હાસ્યાદિમાં આવતું નથી. એટલે અપ્રત્યાખ્યાનીયાદિ ૮ કષાય બંધાય કે ન બંધાય તેથી હાસ્યાદિકમાં કંઇ લાભ થતો નથી માટે ૬થી૮ ન કહેતાં ૪થી૮ કહેલ છે. સ્વોપજ્ઞટીકામાં ૯૪મી ગાથામાં ભય જુગુપ્સામાં સાદ્યાદિભાંગા સમજાવતાં ગ્રંથકારશ્રીએ જ લખ્યું છે કે ‘“વાયા પુન: સનાતિત્વષાયાબામેવ મતિ, નૈતયો:'' તેથી હાસ્યાદિષટ્કમાં ઉ.પ્ર.બંધના સ્વામી ૪ થી ૮ કહ્યા છે તે બરાબર છે.
ગાથા : ૯૨
વળી છકે અતિ શોક બંધમાંથી નીકળી જાય છે. તેથી તેનો ભાગ અધિક મળવાના આશયથી હાસ્યાદિ ચારના સ્વામી સાતમે આઠમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org