________________
ગાથા : ૯૨
પાંચમો કર્મગ્રંથ
૩૯૯
ગાથાર્થ - નિદ્રા, પ્રચલા, બે યુગલ, ભય, જુગુપ્સા અને તીર્થકર નામકર્મ એમ કુલ ૯ પ્રકૃતિઓને સમ્યગ્દષ્ટિ જીવ, આહારકદ્ધિકને અપ્રમત્તમુનિ અને બાકીની ૬૬ પ્રકૃતિઓને મિથ્યાષ્ટિ જીવ ઉત્કૃષ્ટ પ્રદેશબંધવાળી કરે છે. એ ૯૨
વિવેચન - નિદ્રાવતા નિદ્રા અને પ્રચલાના ઉત્કૃષ્ટ પ્રદેશબંધના ૪ થી ૮માં ગુણસ્થાનકના પહેલા ભાગ સુધીના સમ્યગ્દષ્ટિ જીવો સ્વામી જાણવા. તે પણ સપ્તવિધબંધક અને ઉત્કૃષ્ટયોગમાં વર્તતા ૧/ ૨ સમય માત્ર સ્વામી જાણવા. મિથ્યાત્વે પણ સપ્તવિધબંધક અને ઉત્કૃષ્ટયોગ એમ બન્ને સંભવે છે. પરંતુ ત્યાં થીણદ્વિત્રિક બંધાય છે. જેથી ભાગ અધિક પડે છે એટલે ત્યાં ઉ.પ્ર.બંધ થતો નથી. સાસ્વાદને ઉત્કૃષ્ટયોગ પણ નથી અને થીણદ્વિત્રિકનો અબંધ પણ નથી. તથા મિશ્ર ઉત્કૃષ્ટયોગ નથી. આ સર્વે કારણોથી ૧-૨-૩ ગુણસ્થાનકોમાં ઉત્કૃષ્ટ પ્રદેશબંધ કહ્યો નથી. આઠમાના પહેલા ભાગથી ઉપર નિદ્રા પ્રચલાનો બંધ થતો જ નથી. તેથી ૪ થી ૮/૧ ભાગ સુધીના સમ્યગ્દષ્ટિ સપ્તવિધબંધક જીવો સ્વામી કહ્યા છે.
સ્થિતિષ = હાસ્ય રતિ અરતિ શોક ભય અને જુગુપ્સા આ છ પ્રકૃતિઓના (હાસ્યષકના) ઉ.પ્ર.બંધના સ્વામી સપ્તવિધબંધક ઉત્કૃષ્ટયોગી સમ્યગ્દષ્ટિ જીવ ૧/૨ સમયમાત્ર સ્વામી જાણવા. અહીં ૧૨-૩ ગુણસ્થાનકોમાં સ્વામી ન લેવાનું કારણ એ છે કે પહેલે મિથ્યાત્વ મોહનીયકર્મ બંધાય છે. તેથી ત્યાં તેનો ભાગ પડવાથી હાસ્યાદિમાં દલિક અલ્પ આવે. બીજે-ત્રીજે ઉત્કૃષ્ટ યોગ નથી. આ કારણથી આ ૬ પ્રકૃતિના સ્વામી ૪ થી ૮માં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવ સ્વામી કહ્યા છે.
પ્રશ્ન - હાસ્યાદિષકના સ્વામી ૪થી૮માં વર્તતા સમ્યગ્દષ્ટિ જીવો કહ્યા. પરંતુ ૬થી૮ સુધીના જીવો સ્વામી કહેવા જોઈએ. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org