________________
પાંચમો કર્મગ્રંથ
નથી. અને ૩૦/૩૧ ના બંધમાં બંધાય છે. પરંતુ ભાગ વધારે પડે છે જેથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ થતો નથી. એમ વિચારીને ૨૯ના બંધવાળા કહ્યા છે. તેમાં પણ સવિધ બંધક જીવો જ સ્વામી જાણવા.
૩૯૮
५. शेष नवप्रकृति = બાકીની શુવિહાયોગતિ, દેવદ્ધિક, સૌભાગ્યત્રિક, વૈક્રિયદ્ધિક અને સમચતુરસ એમ નવ પ્રકૃતિઓના ઉ.પ્ર. બંધના સ્વામી દેવપ્રાયોગ્ય નામકર્મની ૨૮ પ્રકૃતિઓ બાંધતા મિથ્યાર્દષ્ટિ અને સમ્યગ્દષ્ટિ તિર્યંચ-મનુષ્યો જ સ્વામી જાણવા. ૨૮ના બંધથી નીચેના (૨૩-૨૫-૨૬નાં) બંધસ્થાનકોમાં આ પ્રકૃતિઓ બંધાતી નથી. અને ૨૮ થી ઉપરવર્તી ૨૯-૩૦-૩૧માં આ પ્રકૃતિઓ બંધાય છે. પરંતુ ભાગ અધિક પડે છે. નરકપ્રાયોગ્ય પણ ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. પરંતુ ત્યાં વૈક્રિયદ્વિક સિવાયની ૭ પ્રકૃતિઓ તો બંધાતી જ નથી. માટે યથોક્ત જીવો જ સ્વામી જાણવા. માત્ર એટલું વિશેષ છે કે જે જીવો દેવપ્રાયોગ્ય ૨૮ બાંધતા હોય, અને સવિધબંધક હોય તથા ઉત્કૃષ્ટયોગે વર્તતા હોય ત્યારે ૧/૨ સમય સ્વામી જાણવા અને વૈક્રિયદ્ધિક માટે દેવપ્રાયોગ્ય કે નરકપ્રાયોગ્ય એમ બન્ને પ્રકારની ૨૮ પ્રકૃતિ બાંધતા સવિધબંધક અને ઉત્કૃષ્ટ યોગી જીવો સ્વામી હોઇ શકે છે. ૫૯૧૫
ગાથા : ૯૨
निद्दापयलादुजुयलभयकुच्छातित्थसम्मगो सुजई । आहारदुगं सेसा, उक्कोसपएसगा मिच्छो ॥ ९२ ॥ (निद्राप्रचलाद्वियुगल भयजुगुप्सा तीर्थानां सम्यग्गः सुयतिः । आहारकद्विकं शेषा उत्कृष्टप्रदेशका मिथ्यादृष्टिः ॥ ९२ ॥ )
શબ્દાર્થ - નિદ્દાપયત્તા=નિદ્રા પ્રચલા, જુનુયત=બે યુગલ હાસ્ય, તિ, અતિ, શોક, મય∞ા=ભય અને જુગુપ્સા, તિસ્થ= અને તીર્થંકર નામકર્મનો ઉ.પ્ર.બંધ, સમ્મો=સમ્યગ્દષ્ટિજીવ કરે છે, સુન= સુયતિ અપ્રમત્તમુનિ, આહારgi=આહારકદ્વિકનો, સેસ=બાકીની પ્રકૃતિઓનો, કોસપÇ=ઉત્કૃષ્ટપ્રદેશબંધ, મિચ્છા=મિથ્યાર્દષ્ટિ જીવ કરે છે. ા૨ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org